ચીન પર ગંભીર આરોપ : કોંગ્રેસ ધારાસભ્ય નિનોન્ગ એરિંગે કહ્યું- ચીને અરુણાચલ પ્રદેશના 5 છોકરાઓનું અપહરણ કરાયું, તેનાથી બહુ ખોટો મેસેજ ફેલાશે

0
5

અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનોન્ગ એરિંગે ચીન પર ગંભીર આરોપ લગાવ્યો છે. એરિંગે શનિવારે કહ્યું કે, ચીની સૈનિકોએ નાછો કસ્બામાં રહેતા પાંચ છોકરાઓનું અપહરણ કર્યું છે. આ વિસ્તાર રાજ્યના સુબાનસિરી વિસ્તારમાં આવે છે. આ ઘટના તે સમયે થઈ જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયા અને ચીનના રક્ષામંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. પીપુલ્સ લિબરેશન આર્મીની આ હરકતના કારણે ખોટો મેસેજ ફેલાશે.

એરિંગે ટ્વિટસાથે ફેસબુકનો પણ સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ કયા ભારતીયોનું અપહરણ કર્યું છે. જોકે એરિંગે એવું નથી જણાવ્યું કે, એ લોકોને ક્યારે કિડનેપ કરવામાં આવ્યા છે. એરિંગે કહ્યું કે, ચીનની આ હરકત પર તેમને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here