ચીન-પાકિસ્તાન બનાવી રહ્યું છે જૈવિક હથિયાર : બંને દેશોની વચ્ચે કોરિડોરના બેનર હેઠળ વાઈરસ પર રિસર્ચ થઈ રહ્યું છે, વુહાન ઈન્સ્ટીટયુટને મળી જવાબદારી; ઓસ્ટ્રેલિયાની વેબસાઈટનો દાવો

0
5

ચીન અને પાકિસ્તાન સાથે મળીને ઘાતક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યાં છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડર(CPEC)ના બેનર હેઠળ તેને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ કામ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. કોરોનાવાઈરસ પછી ચર્ચામાં આવેલા વુહાન ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીને કામની જવાબદારી સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ ક્લાક્સોને આ દાવો કર્યો છે.

વેબસાઈટે આ 7 દાવા કર્યા છે

  • એન્થની ક્લાનના રિપોર્ટ મુજબ, વુહાનના વૈજ્ઞાનિક પાકિસ્તાનમાં 2015થી ખતરનાક વાઈરસ પર રિસર્ચ કરી રહ્યાં છે.
  • ક્લાક્સોને ગત મહિને એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે ચીન અને પાકિસ્તાને બાયો-વોરફેરની ક્ષમતાને વધારવા માટે ત્રણ વર્ષની વધુ એક સીક્રેટ ડીલ કરી છે.
  • બંને દેશોના વૈજ્ઞાનિકોનો સ્ટડી રિસર્ચ પેપરમાં પણ છપાયો છે.
  • આ રિસર્ચ ડિસેમ્બર 2017થી લઈને આ વર્ષના માર્ચ સુધીમાં કરવામાં આવ્યું છે. તેમાં જૂનોટિક પૈથાજંસ(જાનવરોથી માણસોમાં આવનાર વાઈરસ)ની ઓળખ અને લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છે.
  • આ રિસર્ચમાં પાકિસ્તાને વુહાન ઈન્સ્ટીટયુટનો વાઈરસ સંક્રમિત સેલ્સ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર પણ માન્યો હતો. આ સિવાય રિસર્ચને CPEC અંતર્ગત મળેલા સહયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • રિસર્ચમાં વેસ્ટ નીલ વાઈરસ, મર્સ-કોરોનાવાઈરસ, ક્રીમિયા-કોન્ગો હેમોરજિક ફીવર વાઈરસ, થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ વાઈરસ અને ચિકનગુનિયા પર પણ પ્રયોગ કરવામાં આવ્યા છે.
  • રિપોર્ટના જણાવ્યા મુજબ રિસર્ચ માટે હજારો પાકિસ્તાની પુરુષો, મહિલાઓ અને બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં એ લોકો સામેલ હતા જેઓ પ્રાણીઓની સાથે કામ કરતા હતા.

સંક્રમક બીમારિયોના બેનર હેઠળ બનાવવામાં આવી રહ્યાં છે હથિયાર

ઓસ્ટ્રેલિયન વેબસાઈટનું કહેવું છે કે ચીન અને પાકિસ્તનની વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત બંને દેશ સંક્રમક બીમીરિયો પર રિસર્ચ કરી રહ્યાં છે. જોકે તેના બેનર હેઠળ જૈવિક હથિયાર માટે રિસર્ચ કરવામાં આવી રહ્યુું છે. હાલ આ વાઈરસથી બચવા માટેની કોઈ વેક્સીન કે ચોક્કસ ઈલાજ નથી. તેમાંથી કેટલાકને વિશ્વના સૌથી ઘાતક અને સંક્રમક વાઈરસ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here