સરહદ પર તણાવ : ચીને ભારતમાં વસતા તેના 1.4 લાખ નાગરિકોને પરત બોલાવ્યા, બંને દેશોએ સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી

0
0

નવી દિલ્હી. લદ્દાખમાં નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તનાવ તથા ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા વધારાને પગલે ચીને ભારતમાં રહેતા પોતાના તમામ નાગરિકોને પરત બોલાવવા માટે તજવીજ હાથ ધરી છે.

ચીનથી ભારતીયોને પરત લાવવા કોઈ પગલાં નહીં

ભારતસ્થિત ચીનના દૂતાવાસે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ સહિત પોતાના નાગરિકોને સ્વદેશ પરત ફરવા માટે નોટિસ આપીને 27 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. હાલ ભારતમાં ચીનના અંદાજે 1.4 લાખ  નાગરિકો રહે છે. બીજી તરફ ભારતે ચીનમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશથી ભારતીયોને લાવવા માટે 10 જૂન સુધીનો કાર્યક્રમ જાહેર થયેલો છે. જેમાં હાલ ચીન માટે કોઈ ઉડાન નથી.

હિમાચલ-ઉત્તરાખંડમાં ભારતીય સેનાની સંખ્યા વધી

ભારતીય સેનાએ હિમાચલ તથા ઉત્તરાખંડમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. લદ્દાખમાં 800 કિમીની વિવાદિત સીમાએ 5 સેક્ટરોમાં અવારનવાર બંને  દેશો વચ્ચે તડાફડી થતી રહે છે.

ચીનના વધુ 5 હજાર સૈનિક તહેનાત, બેઠક અનિર્ણીત

લદ્દાખમાં સીમાના અંતિમ ગામ શ્યોકથી કારાકોરમ ખીણ સુધીના ભારતના 255 કિમી રોડને લઈને ચીન નારાજ થયું છે. ભારતની ગતિવિધિઓને પગલે ચીને પોતાના સૈનિકોમાં 5 હજારનો વધારો કર્યો છે. આ તરફ વાસ્તવિક અંકુશ રેખા પર તનાવ ઘટાડવા માટે યોજાયેલી બંને દેશોના સૈન્ય અધિકારીઓની બેઠક અનિર્ણીત રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here