સરહદ વિવાદ : નેપાળ-ચીન સરહદે લિપુલેખ નજીક ચીને 1000 સૈનિક ખડકી દીધા, ભારતે પણ એટલા જ જવાનો તહેનાત કર્યા

0
5

બેઇજિંગ/નવી દિલ્હી. પૂર્વ લદાખ સરહદે તણાવ વચ્ચે ચીને હવે લીપુલેખ પાસે સરહદ પર પોતાના સૈનિકોની એક કંપની તહેનાત કરી છે. તેમાં પીપલ્સ લિબરેશન આર્મીના 1000 જવાનો છે. ચીન એલએસીથી થોડે દૂર અક્ષય ચીનના વિસ્તારમાં પણ મોટી તૈયારી કરી રહ્યું હોય તેમ લાગે છે. સેટેલાઈટની તસવીર પરથી જણાય છે કે ચીન પોતાના સૈન્ય ઠેકાણાને આધુનિક બનાવી રહ્યું છે અને ત્યાં ઘાતક હથિયાર મૂકી રહ્યું છે. ભારતે પણ એટલી જ માત્રામાં સૈનિકો તહેનાત કર્યા છે. ચીન નેપાળ સાથે મળીને નવો મોરચો ખોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે.

નેપાળ દુનિયાને વિવાદી નકશો મોકલી રહ્યું છેલીપુલેખ નેપાળ-ચીન સરહદનો વિસ્તાર છે. લીપુલેખ સાથે જ કાલાપાણી, લિંપિયાધુરાના ભારતીય ક્ષેત્રોને નેપાળે હાલમાં જ પોતાના નક્શામાં સામેલ કર્યા છે. આ વિવાદી નકશો નેપાળ હવે વિશ્વને મોકલી રહ્યું છે. નેપાળ આ નકશો અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી તેને યુએન અને ગૂગલને પણ મોકલશે. નવા નકશામાં ભારતનો 335 કિમી જમીનનો વિસ્તાર નેપાળમાં દર્શાવાયો છે. ભારતે તેનો વિરોધ કર્યો છે.