Friday, March 29, 2024
Homeશોકેસ : ચીને માર્કેટમાં ઇલેક્ટ્રિક સિડેન કાર Xpeng P7 શોકેસ કરી, સિંગલ...
Array

શોકેસ : ચીને માર્કેટમાં ઇલેક્ટ્રિક સિડેન કાર Xpeng P7 શોકેસ કરી, સિંગલ ચાર્જમાં 706કિમી સુધીનું અંતર કાપશે

- Advertisement -

દિલ્હી. ઇન્ડિયામાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જમાનો હવે આવ્યો છે, જ્યારે ચીન આ ઇન્ડસ્ટ્રીમાં ઘણો આગળ પહોંચી ગયો છે કારણ કે, ચીનમાં દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું માર્કેટ છે. તાજેતરમાં જ ચીનની એક ઓટોમોબાઇલ કંપની Xpeng Motorsએ એક ઇલેક્ટ્રિક શોકેસ કરી છે, જે ટેસ્લા મોડેલ 3 કરતાં વધારે લાંબી ડ્રાઇવિંગ રેન્જ આપવાની સાથે તેના કરતાં સસ્તી પણ છે.

ગુઆંગજોમાં સ્થિત Xpeng કંપનીએ તેના બીજા વ્હીકલ તરીકે માર્કેટમાં P7 સિડેન રજૂ કરી છે. જે સિંગલ ચાર્જમાં 706 કિમી સુધીનું અંતર કાપી શકે છે. આ કાર ચીનમાં વેચાણ માટે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયન પ્રાઇસ પ્રમાણે આ કારની કિંમત 27.43 લાખ રૂપિયા હશે. આ કારની સરખામણી ટેસ્લા કાર સાથે એટલે કરવામાં આવી રહી છે કારણ કે, જૂનમાં ચીનમાં ટેસ્લા મોડેલ 3 લોન્ચ કરવામાં આવશે, જેની ડ્રાઇવિંગ રેન્જ 650 કિમી છે.

ચીનની ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ કંપની દાવો કરી રહી છે કે, P7 Sedan કિંમત અને ફીચર્સમાં ટેસ્લા મોડેલ 3ને કડી ટક્કર આપી શકે છે. ચીનમાં વર્ષ 2019માં આખા વિશ્વની સરખામણીએ સૌથી વધારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વેચાયાં છે અને આ સાથે જ આ દુનિયાનુંસૌથી મોટું EV માર્કેટ બની ગયું છે. તેમજ, રિપોર્ટ અનુસાર, ટેસ્લાએ ગયા મહિને ચીનમાં રેકોર્ડ બ્રેક ગાડીઓની ડિલિવરી પણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular