ચીન :પૂર્વી લદ્દાખમાં 75 દિવસમાં ફરી તણાવ: 29 ઓગસ્ટની રાતે ચીની સેનાએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો, ભારતે નિષ્ફળ કર્યા

0
0
  • 15 જૂને લદ્દાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી, તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા
  • ભારતની ચેતવણી- અમે વાતચીત દ્વારા શાંતિ જાળવવા પ્રયત્ન કરીશું પરંતુ સીમાની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા

લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર ચીની સૈનિકો સુધરવાનું નામ જ નથી લેતા. ગલવાન ઝપાઝપીના 75 દિવસ પછી ફરી તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સેનાના જણાવ્યા પ્રમાણે 29 ઓગસ્ટની રાતે ચીની સેનાના પૂર્વી લદ્દાખના ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય જવાનોએ ચીની સૈનિકોના આ પ્રયત્નને નિષ્ફળ ગણાવી દીધો હતો. ભારતે તેને યથાસ્થિતિ ઉલ્લંઘન ગણાવ્યું છે.

ભારતે એવું પણ કહ્યું છે કે, અમારી સેના વાતચીત દ્વારા શાંતિ જાળવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ અમે અમારી સીમાઓની સુરક્ષા કરવાનું જાણીએ છીએ. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમે ચુશૂલમાં બ્રિગેડ કમાન્ડર લેવલની પણ વાતચીત કરી રહ્યા છીએ. 15 જૂને લદ્દાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકોની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here