ચીનમાં ‘લેકિમા’ વાવાઝોડું ત્રાટક્યું 18નાં મોત, 14 લાપતા

0
10

ચીનના પૂર્વીય વિસ્તારમાં ત્રાટકેલા લેકિમા તોફાનના કારણે શનિવારે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને 14 જેટલા લોકો લાપતા નોંધાયા છે. સીસીટીવી ફુટેજના અહેવાલ પ્રમાણે વાવાઝોડું શુક્રવારે મોડી રાતે ઝેજિયાંગ પ્રાંત પહોંચ્યું હતું અને વેનઝોઉ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં આખી રાત ભૂસ્ખલનની ઘટના નોંધાઈ હતી.

મૂશળધાર વરસાદના કારણે પહાડ પર ભૂસ્ખલન થયું હતું જેથી નીચેથી વહેતી એક નદીનો માર્ગ અવરોધાયો હતો. આ કારણે ત્યાં સરોવર રચાયું હતું અને આખરે બંધ તૂટતા પાણી જોરદાર પ્રવાહ સાથે નીચેની તરફ ધસી ગયું હતું.

વાવાઝોડાના કારણે પૂર્વીય ચીનમાં શનિવારે મૂશળધાર વરસાદ અને ભારે પવન નોંધાયો હતો અને હજારો વૃક્ષ ધ્વસ્ત થઈ ગયા હતા. તોફાન અને પવનના કારણે તે પ્રાંતમાં વીજ સેવા ખોરવાઈ હતી અને ભારે વરસાદના કારણે લાખો લોકોને તેમના ઘરેથી અન્ય સલામત સૃથળે ખસેડવામાં આવ્યા હતા. વિનાશક વાવાઝોડાના શરૂઆતના કલાકોમાં વેનલિંગ શહેરમાં 187 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન નોંધાયું હતું.

વાવાઝોડું શાંઘાઈ ઉપરાંત અન્હુઈ, ફુજિયાન, જિયાંગસુ અને ઝિજિયાંગ સહિતના પૂર્વીય પ્રાંત તરફ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને તે વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણીઓ જાહેર કરવામાં આવેલી છે.

સુરક્ષાના કારણોસર માત્ર ઝિજિયાંગ પ્રાંતમાં જ 500 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે અને રેલવે સેવાને પણ સૃથગિત કરી દેવામાં આવી છે. શાંઘાઈમાં 2.5 લાખ લોકોને સુરક્ષિત સૃથળે ખસેડી લેવામાં આવ્યા છે જ્યારે 1.1 લાખ લોકોને શિબિરોમાં સૃથાનાંતરિત કરવામાં આવ્યા છે. મેટ્રોલોજિકલ સેન્ટરના અહેવાલ પ્રમાણે ‘લેકિમા’ આ વર્ષે ત્રાટકનારૂં નવમું તોફાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here