તિબેટમાં વિકાસના બહાને પાંચ વર્ષમાં 30 અબજ ડૉલરનો ખર્ચ કરવાનો ચીનનો જંગી પ્રોજેક્ટ

0
3

તિબેટ પર ચીન 1959થી કબજો ધરાવે છે. તિબેટ જેવા રાંક દેશ પર હુમલો કરીને ચીને તાબો જમાવ્યો છે અને ત્યારથી તિબેટના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામા ભારતમાં રહે છે. તિબેટ પર ચીનનો કબજો તો અડધી સદી કરતાંય વધારે સમયથી છે, પણ તિબેટની પ્રજાએ ક્યારેય મનથી ચીનનું આધિપત્ય સ્વિકાર્યું નથી. તિબેટવાસીઓએ પોતાને ચીની સંસ્કૃતિથી અળગા રાખ્યા છે.

કોઈ પણ પ્રજાને તાબે કરવી હોય તો તેની સંસ્કૃતિ પર પ્રહાર કરવો પડે. ચીને કેટલાક વર્ષથી એ રસ્તો અપનાવ્યો છે. તિબેટમાં વિકાસના બહાને પાંચ વર્ષમાં 30 અબજ ડૉલરનો ખર્ચ કરવાનો ચીનનો જંગી પ્રોજેક્ટ છે. તિબેટની ભારત સાથેની સરહદ સાથે હાઈ-સ્પીડ રેલવે લાઈન નાંખવાની તો ચીને શરૂઆત કરી દીધી છે.

હવે ચીને તિબેટના ગામડાઓ સુધી રસ્તા, અન્ય સુવિધાઓ વિકસાવવાની કામગીરી આરંભી છે. તિબેટ પર ચીનનો પ્રભાવ નથી, તેનું એક કારણ તિબેટની ભૃપુષ્ઠ છે. તિબેટ આખો દેશ દસ-પંદર હજાર ફીટની ઊંચાઈએ પથરાયેલો છે. પહાડી ભૂગોળમાં ગામડા એકબીજાથી ખાસ્સા દૂર છે. આધુનિક સુવિધાઓની તિબેટી પ્રજાને ખાસ જરૂર નથી.

પરંતુ હવે ચીન તિબેટમાં 1300 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે, સવા લાખ કિલોમીટરના બીજા હાઈવે.. સહિતની સુવિધાઓ ઉભી કરવા માંગે છે. થોડા વખત પહેલા જ ચીની સરકારની બેઠકમાં નિર્ધાર થયો હતો કે તિબેટ પર પક્કડ વધારે મજબૂત બનાવવા ત્યાંની સંસ્કૃતિને અસર કરે તથા પ્રજાનું બ્રેઈન વોશ કરે એવા પ્રોજેક્ટ અમલમાં મુકાશે. આ તેની શરૂઆત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here