Friday, March 29, 2024
Homeચીનની આ SUV કારે મચાવી ધૂમ, લોન્ચ પહેલાં જ અઢળક મળ્યાં બુકિંગ,...
Array

ચીનની આ SUV કારે મચાવી ધૂમ, લોન્ચ પહેલાં જ અઢળક મળ્યાં બુકિંગ, જાણો ખાસિયતો

- Advertisement -

આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસથી અત્યાર સુધી લગભગ 3000 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 10000 લોકો આ વાયરસથી અસરગ્રસ્ત થયા છે. આ વાયરસનો અત્યાર સુધી કોઈ જ ઈલાજ મળી શક્યો નથી અને આ ઘાતક વાયરસની અસર માત્ર ચીનમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે.

  • આખી દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે
  • ચીનના બજારમાં એક ખાસ કાર લોન્ચ થઈ
  • આ કાર વાયરસને અંદર બેઠેલાં લોકોની નજીક પણ આવી શકશે નહીં

આ વાયરસને કારણે હાલમાં જ 2020 જિનેવામાં યોજાનારા મોટર શોને રદ કરવામાં આવ્યું છે. જોકે, ચીનની કાર નિર્માતા કંપની Geelyએ હાલમાં જ ચીનના બજારમાં એક એવી કાર લોન્ચ કરી છે, જે આ વાયરસને અંદર બેઠેલાં લોકોની નજીક પણ આવી શકશે.

ચીનની કાર નિર્માતા કંપની દ્વારા લોન્ચ કરાયેલી કાર Iconનું શુદ્ધિકરણ સિસ્ટમ N95 વાયરસ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્‍મજીવોને કેબિનમાં પ્રવેશ કરવાથી રોકી શકે છે. આ 0.3 માઈક્રોનવાળા કણોને 95 ટકા સુધી બ્લોક કરી શકે છે. આ સિસ્ટમ કારના કેબિનને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે એર કંડીશનિંગ સિસ્ટમની સાથે કામ કરે છે. જોકે, કોરોના વાયરસ 0.05થી 0.2 માઈક્રોન વ્યાસમાં હોય છે. જેથી કારમાં આપેલી નવી સિસ્ટમ કોરોના વાયરસને સંપૂર્ણપણે રોકવામાં સક્ષમ નથી. જોકે, કાર નિર્માતા કંપનીએ દાવો કર્યો છે કે, નવી એસયૂવી માટે 30000થી વધુનું પ્રી-બુકિંગ ઓનલાઈન થઈ ચૂક્યું છે.

ગ્રેલી આઈકનમાં 48વી માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમની સાથે 1.5 લીટર ટર્બો પેટ્રોલ બર્નર મળે છે. જે 225 એનએમનું ટોર્ક અને 184 BHPનું પાવર આપે છે. ટ્રાન્સમિશન માટે તેમાં 7 સ્પીડ ડીસીટી જોડવામાં આવ્યું છે. સાથે જ આ કાર 8 સેકન્ડની અંદર 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. માઈલેજની વાત કરીએ તો કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર 17.5 kmpl સુધી માઈલેજ આપશે.

આઈકોનના કેબિનના ડેશબોર્ડમાં જ બે 10.25 ઈંચનું ટચસ્ક્રીન મળે છે. જે GKUI Geely સ્માર્ટ ઈકોસિસ્ટમ દ્વારા કનેક્ટ થાય છે. આ સાથે આઈકોન એસયૂવીમાં એલ2 સાથે ઈન્ટેલિજેન્ટ ડ્રાઈવિંગ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. જે તેના 12 અલ્ટ્રાસોનિક રાડાર અને 5 એચડી કેમેરા દ્વારા ઉપયોગ કરી શકાય છે. સાથે જ આમાં ક્રૂઝ કંટ્રોલ, લેન કીપિંગ આસિસ્ટેન્સ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular