Thursday, April 18, 2024
Homeબોટલમાં પેક પાણી વેચનારા ચીનના ઝોંગ શાનશાને મુકેશ અંબાણીને પછાડ્યા : એશિયાની...
Array

બોટલમાં પેક પાણી વેચનારા ચીનના ઝોંગ શાનશાને મુકેશ અંબાણીને પછાડ્યા : એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા.

- Advertisement -

ચીનમાં બોટલમાં પેક પાણીના કારોબાર કરનાર ઝોંગ શાનશાન એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તેમની નેટવર્થમાં આ વર્ષે 70.9 બિલિયન ડોલરનો વધારો થયો છે અને હવે તેમની કુલ નેટવર્થ 77.8 બિલિયન ડોલર થઈ છે. એશિયામાં સૌથી વધુ નેટવર્થના મામલામાં ઝોંગ શાનશાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને પછાડ્યા છે. RILના શેરમાં સતત ઘટાડાને કારણે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ હવે 76.9 બિલિયન ડોલર રહી છે.

આ કારણોથી વધી સંપતિ

શાનશાન બોટલમાં પેક પાણી બનાવનારી કંપની નોંગફૂ સ્પ્રિંગ અને કોરોના વેક્સિન બનાવનારી બીજિંગ વેન્ટાઈ બાયોલોજિકલ એન્ટરપ્રાઈઝ કંપની સાથે જોડાયેલા છે. કોરોના વેક્સિન બનવાને કારણે તેમની બંને કંપનીઓ ચીન અને હોંગકોંગમાં ઘણી લોકપ્રિય થઈ છે. વેક્સિન બન્યા પછી વેન્ટાઈના શેરમાં 2000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે લોકડાઉન દરમિયાન માગ વધવાને કારણે નોંગફૂના શેરમાં 155 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. શાનશાને વધુ સંપત્તિ કમાવવાના મામલામાં ચીનની જ સૌથી ધનિક વ્યક્તિ જેક માને પણ પાછળ છોડી દીધા છે. શાનશાને પત્રકારત્વ, મશરૂમની ખેતી અને સ્વાસ્થ્ય સેવા જેવાં કેરિયરમાં પણ હાથ અજમાવ્યો છે.

એશિયાના ટોપ-5 અમીરોમાં 4 ચીનમાંથી

એશિયાના ટોપ-5 અમીરોમાંથી ચાર વ્યક્તિ ચીન સાથે જોડાયેલી છે. તેમાં પ્રથમ નંબરે ઝાંગ શાનશાન અને બીજા નંબરે મુકેશ અંબાણી છે. ત્રીજા નંબરે કોલિન હુઆંગ છે. તેમની નેટવર્થ 63.1 બિલિયન ડોલર છે. હુઆંગ ઈ-કોમર્સ કંપની Pinduoduoના ફાઉન્ડર અને CEO છે. 56 બિલિયન ડોલરની નેટવર્થની સાથે ટેંસેંટના ફાઉન્ડર અને ચેરમેન પોનીમાં ચોથા નંબરે છે. ટેંસેંટ ચીનના જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિચેટની પેરેન્ટ કંપની છે. અલીબાબાના ચેરમેન અને ફાઉન્ડર જેક મા એશિયાના ટોપ-5 અમીરોમાં પાચમા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ 51.2 બિલિયન ડોલર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular