ભારતીય ઇકોનોમી પર ચાઇનીઝ નજર : ચીન સરકાર સાથે જોડાયેલી ફર્મ મુકેશ અંબાણી, અઝિમ પ્રેમજીની કંપનીઓથી લઈને બિન્ની બંસલની કરી રહી છે જાસૂસી

0
0

બોર્ડર ઉપર દગો કરનાર ચીન ભારતીય ઈકોનોમીની જાસૂસી કરી રહ્યું છે. ચીનની સરકાર સાથે સંકળાયેલી ઝેન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી કંપની ભારતની ટેક સ્ટાર્ટઅપથી માંડીને પેમેન્ટ અને હેલ્થકેર એપ્સની નાની તેમજ મોટી કંપનીઓના અધિકારીઓ પર નજર રાખી રહી છે. ઝેન્હુઆના ડેટાબેઝમાં આવી 1400 એન્ટ્રી મળી છે. આમાં અઝિમ પ્રેમજીથી લઈને મુકેશ અંબાણીની કંપનીઓ પણ સામેલ છે. ફ્લિપકાર્ટના સ્થાપક બિન્ની બંસલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસએ એની તપાસના બીજા ભાગમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

આ મોટા લોકોનું ટ્રેકિંગ થઈ રહ્યું છે

 • ટી.કે. કુરિયન, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, પ્રેમજી ઈન્વેસ્ટ
 • અનિશ શાહ, મહિન્દ્રા ગ્રુપના ગ્રુપ CFO
 • પીકે એક્સ થોમસ, CTO, રિલાયન્સ બ્રાન્ડ્સ
 • બ્રાયન બેડ, CEO, રિલાયન્સ રિટેલ

ઇન્વેસ્ટિગેશન પાર્ટ-2 મુજબ, રેલવેમાં ઇન્ટર્નશિપ કરતા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓથી માંડીને મોટી કંપનીઓના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર્સ ઝેન્હુઆની નજરમાં છે. આ યાદીમાં વેન્ચર કેપિટાલિસ્ટ, એન્જલ ઇન્વેસ્ટર્સ, દેશમાં ઊભરતા સ્ટાર્ટઅપ્સ, ઇ-કોમર્સ પ્લેટફોર્મના સ્થાપક અને ચીફ ટેકનોલોજી ઓફિસર્સ પણ સામેલ છે.

નવા જમાનાના એન્ટરપ્રેન્યોર પર નજર

 • બિન્ની બંસલ, ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર
 • દીપેન્દ્ર ગોયલ, ઝોમાટોના કો-ફાઉન્ડર
 • નંદન રેડ્ડી, સ્વિગીના કો-ફાઉન્ડર
 • ફાલ્ગુની નાયર, ન્યાકાના કો-ફાઉન્ડર
 • નમિત પોન્ટિસ, પેયુના બિઝનેસ હેડ

ડિજિટલ હેલ્થ અને ડિજિટલ એજ્યુકેશન સેક્ટર પર વધુ નજર
નોટબંધી બાદ મોદીસરકાર સતત ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકી રહી છે, પરંતુ, ચીનની કંપની ફક્ત ડિજિટલ પેમેન્ટ એપ્સ જ નહિ, પણ ડિજિટલ હેલ્થ અને ડિજિટલ એજ્યુકેશન સેક્ટર્સને પણ ટ્રેક કરી રહી છે. એજ્યુકેશનમાં ઓલિવ બોર્ડથી લઈને બાયજુ રવીન્દ્રનની બાયજુસ એપ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

આ પેમેન્ટ એપ્સ પર નજર

 • પેટીએમ
 • રેઝરપે
 • ફોનપે
 • પાઇન લેબ્સ
 • એવન્યુઝ પેમેન્ટ
 • સીસી એવન્યુ
 • FSS પેમેન્ટ ગેટવે
 • બિગબાસ્કેટ
 • ડેઈલી માર્કેટ
 • જેપ ફ્રેશ
 • જોમાટો, સ્વિગી, ફૂડ પાંડા

મોદી સહિત 10 હજાર મોટા લોકો અને સંસ્થાઓની જાસૂસી
સોમવારે એ વાત બહાર આવી હતી કે ઝેન્હુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી 10,000 ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમનો પરિવાર, કેબિનેટનાં અનેક મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here