ઘુસણખોરી : ચીની હેલિકોપ્ટર હિમાચલમાં 2 વાર 15 કિમી સુધી અંદર ઘૂસ્યાં

0
0

નવી દિલ્હી. જમ્મુ-કાશ્મીરના લદ્દાખ અને સિક્કિમના નાકૂમાં આ મહિને પ્રથમ અને બીજા અઠવાડિયામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી પહેલાં એપ્રિલમાં ચીનનાં હેલિકોપ્ટર્સે ભારતીય હવાઇ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. હિમાચલપ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના એસપી રાજેશ ધર્માનીએ રવિવારે આ માહિતી આપી છે.

સુમડોલ લાહૌલ-સ્પીતિમાં કિન્નૌર જિલ્લાની સરહદને અડીને આવેલું છે

તેમણે જણાવ્યું કે 11 એપ્રિલે ચીનનાં હેલિપોટ્ર સ્પીતિના સમુડોહ વિસ્તારમાં 12-15 કિ.મી. અંદર સુધી ઘૂસ્યાં હતાં. 20 એપ્રિલે પણ ફરી આ જ વિસ્તારમાં ચીનના હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી હતી. સીઆઇડી અને ગુપ્તચર એજન્સીઓએ આ સંદર્ભે તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. સુમડોલ લાહૌલ-સ્પીતિમાં કિન્નૌર જિલ્લાની સરહદને અડીને આવેલું છે.

ભારત અને ચીનના 250થી વધુ સૈનિકો વચ્ચે 5 અને 6 મેએ ધક્કામુક્કી થઇ

ત્યાં રાજ્ય પોલીસ તહેનાત છે. સુમડોહથી આગળ આઇટીબીપીના જવાનો તહેનાત હોય છે. નોંધનીય છે કે લદ્દાખના પૈંગોંગ ત્સો લેક વિસ્તારમાં ભારત અને ચીનના 250થી વધુ સૈનિકો વચ્ચે 5 અને 6 મેએ ધક્કામુક્કી થઇ હતી, જેમાં કેટલાક જવાન ઘાયલ થયા હતા. આવી જ ઘટના સિક્કિમના નાકૂ લામાં 9 મેએ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here