ચાઇનીઝ દોરી વેચનારાઓ સાવધાન! CM રૂપાણીએ કહ્યું , ‘સરકાર વ્યાપક રેડ પાડી વેચાણ રોકશે

0
11

ચાઈનીઝ દોરીના વેપારીઓ ચાઈનીઝ દોરીનું ઉતરાયણના આ પર્વમાં ધૂમ વેચાણ કરી ધંધો કરતા હોય છે. વેપારીઓ નબળા કાયદાનો ફાયદો ઉઠાવે છે અને ચાઈનીઝ દોરીનો ધૂમ વેપાર કરે છે, જેના પરીણામે આ ઘાતક દોરીથી લોકોના અને પક્ષીઓનાં જીવ સામે સીધુ જોખમ પણ ઉભુ થાય છે, પરંતુ કાયદો કડક કરવાનો વાયદો કર્યો હોવા છતાં સરકારે આ વર્ષે પણ ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધનુ નોટીફીકેશન બહાર પાડી સંતોષ માન્યો છે. જોકે, આ મામલે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સી.એમ.રૂપાણીએ જણાવ્યુ હતું કે , ‘ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે અને સરકાર વ્યાપક દરોડા પાડી તેનું વેચાણ અટકાવશે’


સીએમે કહ્યુ ‘અમે અધિકારીઓને સૂચના આપીશું, ચાઈનીઝ દોરીને લઈને સરકારે નોટીફીકેશન બહાર પાડી દીધુ છે અને તે દોરી પ્રતીબંધીત છે. ઉચ્ચ લેવલે સરકાર સૂચના આપશે વ્યાપક રેડ પાડીને ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવામા વિશેષ પ્રયત્ન કરવામાં આવશે.’

સીએમ રૂપાણીએ ઉમેર્યુ કે ‘ખાસ કરીને આરોપીઓ પર જે કઈ કલમો લાગે તેમાં તાત્કાલીક તેઓને રાહત ન મળે અને એક મેસેજ જાય કે હવે આ લોકો માટે પણ દોરી વેચવીએ ઘાતક છે. ચાઇનીઝ દોરી પંખીઓ અને માણસો બન્ને માટે ઘાતક છે એટલે કડકમાં ક઼ડક કાર્યવાહી કરીને આને રોકવા માટેના પ્રયત્નો કરીશુ.’ ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ આ મામલે ફક્ત ચાઇનીઝ દોરી જ નહીં પરંતુ તુક્કલ વેચવાનો પ્રતિબંઘ મૂકવાની સૂચના આપવા હૈયાધારણા આપી હતી.

સતત ચોથા વર્ષે કરૂણા અભિયાન, 1962 પર ફોન કરી મદદ લઈ શકાશે

રાજ્ય સરકારે સતત ચોથા વર્ષે કરુણા અભિયાનની આજે શરુઆત કરી છે જેમાં ઉતરાયણાં દોરીથી ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર કરવા માટે તેમના રેસક્યુ માટે ,સરકાર તૈયાર હોવાનુ વિજય રુપાણીએ જણાવ્યુ છે અને તેના માટે રાજ્યભરમાં તૈયારી કરી હોવાની તેમને વિગતો આપી છે. સીએમે વધુમાં જણાવ્યુ કે આજથી 4 વર્ષ પહેલાં 35 હજાર પક્ષીઓ મૃત્યુ પામતા હતા જેમાં હવે આ અભિયાન થકી ઘટાડો થયો છે. પક્ષીઓના જીવ બચાવવા માટે તાત્કાલિક સારવાર, ઓપરેશન અને આઈસીયુ અને જ્યાં સુધી પક્ષીઓ ઉડવા લાયક ન બને ત્યા સુધી તેની સાચવણી વિગેરેની સરકારે વ્યવસ્થા કરી છે. આ વખતે સાડા તેર હજાર સ્વયંસેવકોની કામીગીરી આ અભિયાનમાં રહેશે જેમાં આઠ હજાર રેસ્ક્યૂ કરનારા તથા અલગ અલગ જીવદયાની સંસ્થાઓમાં કામ કરનારા લોકો જોડાયા છે. કરુણા અભિયાન હેલ્પલાઈન 1962 પરથી લોકો ફોન કરી પક્ષીઓને મદદ પહોચાડવામા મદદરુપ થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here