ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની ધમકી- ચીનનાં હિત સાથે ચેડાં થશે તો ચૂપ નહીં બેસીએ

0
0

ભારત અને અમેરિકા સહિત ઘણા દેશો સાથે ઘર્ષણની સ્થિતિ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ધમકી આપી છે કે ચીનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસનાં હિતો સાથે ચેડાં થશે તો તેઓ ચૂપ નહીં બેસે. ભારત અને અમેરિકાનું નામ લીધા વિના જિનપિંગે કહ્યું કે આ પ્રકારની ગંભીર સ્થિતિ સર્જાશે તો ચીનની જનતા જડબાતોડ જવાબ આપશે. ચીન આધિપત્ય સ્થાપિત કરવાનો પ્રયાસ નહીં કરે કે વિસ્તારવાદને પ્રોત્સાહન પણ નહીં આપે પરંતુ ચીનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસનાં હિતોને નુકસાન કરાશે તો અમે ચૂપ નહીં બેસીએ. કોઇ ચીનના પ્રદેશ પર અતિક્રમણ કરે કે તેને વિભાજિત કરવાનો પ્રયાસ કરે તો અમે સાંખી લઇશું નહીં.

તાઇવાનને US 13.2 હજાર કરોડનાં હથિયાર આપી રહ્યું છે

અમેરિકાએ તાઇવાનને 180 કરોડ ડોલર (અંદાજે 13.2 હજાર કરોડ રૂ.)નાં શસ્ત્રો આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. તાઇવાનને પોતાનો હિસ્સો ગણાવતું ચીન અમેરિકાના આ પગલાંથી ઉશ્કેરાયું છે. તેણે ધમકી આપી છે કે તે આ નિર્ણય વિરુદ્ધ યોગ્ય જરૂરી પગલું ભરશે. તેણે કહ્યું છે કે આ ડીલ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોને ભારે નુકસાન પહોંચાડનારી છે. અમેરિકા તે અંગે ફેરવિચાર કરે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અમેરિકાને વન ચાઇના સિદ્ધાંત પર કાયમ રહેવા કહ્યું છે.

ઉઇગર મુસ્લિમો મુદ્દે કેનેડા સંબંધો ન બગાડે: ચીન

ચીને કેનેડાના સાંસદો સામે આરોપ મૂક્યો છે કે તેઓ શિંજિયાન પ્રાંતના ઉઇગર મુસ્લિમો મામલે જુઠાણું અને અફવા ફેલાવી રહ્યા છે. ઝાઓ લિજિયાને કહ્યું કે કેનેડાની સંસદ શિંજિયાન પ્રાંતની આર્થિક પ્રગતિ, સામાજિક સૌહાર્દ અને રાજકીય સ્થિરતાને નજરઅંદાજ કરી રહી છે. શિંજિયાનમાં ઉઇગર મુસ્લિમોના જનસંહારની વાત નરી અફવા છે. કેનેડાએ આવી ખોટી વાતો ફેલાવીને ચીન સાથે સંબંધો ન બગાડવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here