રાજકારણ : ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આ મહિને ભારત આવશે, મોદીની સાથે ચેન્નાઈમાં બીજી અનૈપચારિક બેઠક કરશે

0
0

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ભારત આવનાર છે. ચેન્નાઈની પાસે મહાબલીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની વચ્ચે અનૈપચારિક બેઠક થશે. અગાઉ ચીનના અધિકારીઓએ કહ્યું હતું કે આ દરમિયાન બંને નેતાઓની વચ્ચે કાશ્મીર મુદ્દા પર કોઈ ચર્ચા થશે નહિ. મોદી અને જિનપિંગ શું ઈચ્છે છે તે વાત તેમની પર છોડી દેવી જોઈએ. ગત વર્ષે એપ્રિલમાં ચીનના વુહાનમાં મોદી અને જિનપિંગની વચ્ચે પ્રથમ અનૈપચારિક બેઠક થઈ હતી.

અગાઉ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું હતું કે મને લાગતુ નથી કે કાશ્મીર આ મુલાકાતના એજન્ડામાં સામેલ થશે, કારણ કે આ એક અનૈપચારિક શિખર સમ્મેલન હશે. અમે કાશ્મીરને ભારત અને પાકિસ્તાનની વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાના રૂપમાં જોઈએ છીએ. મેને આશા છે કે બંને દેશો વચ્ચેની મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતચીતથી આ મુદ્દાને હલ કરી લેવામાં આવશે.

ચીન સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દા પર બેઠક બોલાવી ચૂક્યું છે

ચીને પાકિસ્તાનના સહયોગથી ગત મહિને કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં ગુપ્ત બેઠક બોલાવી હતી. તેમાં ચીન સહિત સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્ય(P 5) અને 10 અસ્થાયી સભ્ય સામેલ થયા હતા. જોકે આ બેઠક કોઈ પરિણામ વગર જ સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારે મોટા ભાગના દેશ ભારતની સાથે ઉભા રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here