સાઉથની જાણીતી કોમેડિયને ઘર ચલાવવા અવોર્ડ્સ વેચ્યા, ચિરંજીવીએ એક લાખ રૂપિયાની મદદ કરી

0
9

દેશમાં હજી કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. દેશભરના નાગરિકો પ્રભાવિત થયા છે. અનેક લોકોએ લૉકડાઉનને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી આ સમયે એકદમ અવ્યવસ્થિત થઈ ગઈ છે. સૌથી વધુ નુકસાન સિનીયર કલાકારોને થઈ રહ્યું છે. બોલિવૂડના જ નહીં, પરંતુ સાઉથના કલાકારો પણ બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. હાલમાં જ સાઉથની જાણીતી કોમેડિયન પાવલા સ્યામલા આર્થિક તંગીનો સામનો કરે છે તેવા સમાચાર આવ્યા હતા. સો.મીડિયામાં ચાહકો એક્ટ્રેસને મદદ માટે અપીલ કરી રહ્યાં છે. આ દરમિયાન ચિરંજીવીએ એક્ટ્રેસને એક લાખ રૂપિયાનો ચેક આપીને સપોર્ટ કર્યો હતો.

એક ચાહકે સ્યામલાને મદદ કરી હતી
એક ચાહકે સ્યામલાને મદદ કરી હતી

સાઉથની જાણીતી એક્ટ્રેસ

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાવલા જાણીતું નામ છે. તેણે અનેક મોટા એક્ટર્સ સાથે કામ કર્યું છે. પાવલાને મોટાભાગે કોમેડિયન રોલ માટે ઓળખવામાં આવે છે. તેણે અત્યાર સુધીમાં 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, કોરોનાને કારણે હાલમાં એક્ટ્રેસને એક ટંક ભોજનના ફાંફાં છે. હવે એક્ટ્રેસને કામ મળતું નથી. તેની પાસે કમાણીનો અન્ય કોઈ સોર્સ નથી.

દીકરીની સારવાર પાછળ પૈસા ખર્ચ થાય છે

70 વર્ષીય પાવલા દીકરીની સારવાર પાછળ દર મહિને 10 હજારનો ખર્ચ કરે છે. આ પહેલાં પણ પવન કલ્યાણ તથા ચિરંજીવીએ મદદ કરી હતી. હવે ફરીથી એક્ટ્રેસની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે. તેમને પૈસાની જરૂર છે. સોશિયલ મીડિયા યુઝર્સે પવન કલ્યાણ પાસે મદદ માગી છે.

છેલ્લાં કેટલાંક મહિનાથી પેન્શન મળતું નથી

મીડિયા સાથેની વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તેલંગાણા સરકાર સીનિયર એક્ટર્સને દર મહિને 10 હજાર રૂપિયાનું પેન્શન આપે છે. જોકે, છેલ્લાં કેટલાંક મહિનાથી તેમને પેન્શન મળ્યું નથી. પરિવારમાં તે અને દીકરી છે. તે બે જણનું પણ એક ટંકનું ભોજનની વ્યવસ્થા કરી શકવામાં અસમર્થ છે. કોરોનાને કારણે કોઈ મદદ માટે આગળ પણ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કોમેડિયન કલ્યાણીએ 10 હજાર રૂપિયાની મદદ કરી હતી.

ચિરંજીવીના PROએ ચેક આપ્યો હતો
ચિરંજીવીના PROએ ચેક આપ્યો હતો

આ પહેલાં ચિરંજીવીની દીકરીએ મદદ કરી હતી

મેગાસ્ટાર ચિરંજીવીએ પાવલાને પોતાના PRO સુરેશના હાથે રૂપિયા 101500નો ચેક આપ્યો છે. આ ઉપરાંત મૂવી આર્ટિસ્ટ એસોસિયેશન (MAA)નું મેમ્બરશિપ કાર્ડ આપ્યું છે. આ કાર્ડને કારણે હવેથી પાવલાને દર મહિને છ હજાર રૂપિયાનું પેન્શન મળશે.

આ પહેલાં 2 લાખની મદદ કરી હતી

પાવલાએ કહ્યું હતું, ‘આ પહેલાં જ્યારે હું આર્થિક તંગીનો સામનો કરતી હતી ત્યારે ચિરંજીવીની દીકરી મદદ માટે આગળ આવી હતી અને બે લાખ રૂપિયા આપ્યા હતા. હવે ફરીવાર મારી પરિસ્થિતિ જાણ્યા બાદ મને એક લાખ રૂપિયાની મદદ કરી હતી અને દર મહિને પેન્શન મળે તેવી વ્યવસ્થા કરી આપી. હું તેમની આભારી છું.’

250થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે
250થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે

ઘર ચલાવવા માટે અવોર્ડ વેચ્યા

પાવલાએ ‘ખડગમ’, ‘આંધ્રવાલા’, ‘બબાઈ હોટલ’ તથા ‘ગોલીમાર’ સહિતની જાણીતી ફિલ્મમાં કામ કર્યું છે. તે છેલ્લાં 35 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં છે. ઘર ચલાવવા માટે શરૂઆતમાં પાવલાએ પોતાને મળેલા અવોર્ડ વેચી નાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here