અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો : કોલેસ્ટેરોલ ઘટાડતી દવાથી કોરોના દર્દીઓની રિકવરી ઝડપી થવાની સાથે સ્થિતિને ગંભીર બનતા અટકાવી શકાય છે

0
16

શરીરમાં કોલેસ્ટેરોલનું લેવલ ઘટાડતી દવા ‘સ્ટેટિંસ’ થી કોરોના દર્દીઓમાં ઝડપથી રિવકરી મેળવી શકાય છે. આ દાવો અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારોએ કર્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ દવાની મદદથી કોરોનાનું સંક્રમણ ગંભીર થવાનું જોખમ પણ ઘટાડી શકાય છે. એટલે કે દર્દીની સ્થિતિને ગંભીર બનતા અટકાવી શકાય છે.

આવી રીતે અસર કરે છે દવા

અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સ્ટેટિંગ ડ્રગ કોષોમાંથી કોલેસ્ટેરોલને ઘટાડે છે. આવું થવા પર આ કોષો કોરોનાને અંદર સુધી પહોંચતા અટકાવે છે.​​​​​​​

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, મનુષ્યના શરીરમાં કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવામાં ACE-2 રિસેપ્ટર મદદ કરે છે. કોલેસ્ટેરોલની દવા સ્ટેટિંસની અસર આ કોષો પર થાય છે અને સંક્રમણ ગંભીર થવાનું જોખમ ઘટાડે છે.

કોરોનાના 170 દર્દીઓના મેડિકલ રેકોર્ડની તપાસ કરવામાં આવી

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ કોરોનાનો સામનો કરી રહેલા 170 દર્દીઓના મેડિકલ રેકોર્ડની તપાસ કરી. આ દર્દીઓને ફેબ્રુઆરીથી જૂન 2020ની વચ્ચે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 27 ટકા દર્દીઓ સારવારની શરૂઆતમાં કોલેસ્ટેરલોરની દવા સ્ટેટિંસ લઈ રહ્યા હતા.

જે દર્દીઓને આ દવા આપવામાં આવી તેમને કોરોનાનું ગંભીર સંક્રમણ થવાનું જોખમ 50 ટકા સુધી ઘટી ગયું હતું. કોરોનાના જે દર્દીઓએ આ દવા નથી લઈ રહ્યા તેમની તુલનામાં આ દર્દીઓની રિકવરી પણ ઝડપથી વધી છે.

કોલેસ્ટેરોલ હૃદય રોગનું જોખમ વધારે છે, આ 5 રીતે ઘટાડી શકો છો

1. સવારની શરૂઆત લસણ સાથે કરો
લસણમાં એવા એન્ઝાઈમ્સ હોય છે જે LDL એટલે કે ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, લસણના નિયમિત સેવનથી LDLના સ્તરમાં 9 ટકાનો ઘટાડો થઈ શકે છે. દરરોજ સવારે ખાલી પેટે લસણની બે કળીઓ ચાવવાથી ફાયદો થશે.​​​​​​​

2. ચા પીતા પહેલાં બદામ ખાઓ
બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડવા અને સારા કોલેસ્ટેરોલને વધારવામાં મદદરૂપ હોય છે. બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે ચા પીવાના 20 મિનિટ પહેલાં ખાવી જોઈએ. પાણીમાં પલાળવાથી બદામમાં ફેટી તત્ત્વો ઘટી જાય છે. દરરોજ પાંચથી છ બદામ ખાવી પણ પૂરતી હશે. તેનો એક મહિનાનો ખર્ચ લગભગ એટલો જ હશે, જેટલો કોલેસ્ટેરોલ થવાથી તેને ઘટાડતી દવાઓ પર થાય છે. તે ઉપરાંત અખરોટનું સેવન કરશો તો બમણો ફાયદો થશે. કાજુને ટાળવા જોઈએ. ​​​​​​​

3. ખોરાકમાં વધુમાં વધુ ફાઈબર હોવું જોઈએ
નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી તમે જ્યારે પણ અને જે પણ ખાઓ, તે ફાઈબરયુક્ત હોવું જોઈએ. દરરોજ બંને ટાઈમના ભોજનમાં સલાડને જરૂરથી સામેલ કરો. સલાડમાં સામેલ તમામ પ્રકારની વસ્તુઓ જેમ કે, ડુંગળી, મૂળો, ગાજર, કાકડી વગેરે ફાઈબરયુક્ત હોય છે. ઓટ્સ, સ્પ્રાઉટ્સ અને શક્કરીયામાં પણ ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેને નાસ્તામાં લો. સંતરા, નાશપતી, પપૈયા, ચીકુ જેવા ફળો પણ ફાઈબરના સારા સ્ત્રોત હોય છે. ​​​​​​​

4. બહારની તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું
ટ્રાન્સફેટના સતત સેવનથી LDL જેવા ખરાબ કોલેસ્ટેરોલ વધે છે, જ્યારે HDL જેવા સારા કોલેસ્ટેરોલનું લેવલ 20 ટકા સુધી ઘટી જાય છે. ટ્રાન્સફેટ મુખ્ય રીતે ડીપ ફ્રાઈડ, બેક્ડ, અને ક્રીમવાળી વસ્તુઓમાં હોય છે. ખાસ કરીને એક જ તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટ્રાન્સફેટની માત્રા વધી જાય છે. બહારના ખાવામાં સામાન્ય રીતે આ પ્રકારના તેલનો વધારે ઉપયોગ થયા છે. તેથી બહારની ડીપ ફ્રાઈડ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

5. વનસ્પતિ પ્રોટીનનું સેવન વધારવું
વનસ્પતિ પ્રોટીન એટલે એવું પ્રોટીન હોય છે જે વનસ્પતિઓ એટલે કે છોડ-ઝાડથી મળતું આવતું હોય. આ પ્રોટીન કઠોળ,દાળ, ચણા, મગફળી, સોયાબીન વગેરે દ્વારા મેળવી શકાય છે. તે બેડ કોલેસ્ટેરોલનું લેવલ ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે અને ગુડ કોલેસ્ટેરોલનું લેવલ વધારે છે.

ઈંડા ખાવાથી કોલેસ્ટેરોવ નથી વધતું, પરંતુ માત્ર એક જ ખાઓ: રિસર્ચ

અત્યાર સુધી એવી માન્યતા હતી કે, ઈંડાનું સેવન બેડ કોલેસ્ટેરોલને વધારે છે. આ માન્યતા એટલા માટે હતી કેમ કે, ઈંડામાં ડાયટરી કોલેસ્ટેરોલ હોય છે. પરંતુ હવે પોપ્યુલેશન હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (PHRI) ત્રણ વૈશ્વિક રિસર્ચના વિશ્લેષણ કર્યા પછી એ નિષ્કર્ષ પર પહોંચી છે કે મર્યાદિત માત્રામાં ઈંડા ખાવાથી ન તો કોલેસ્ટેરોલનું સ્તર વધે છે અને ન તો હૃદય માટે જોખમ ઊભું કરે છે.

રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, કોલેસ્ટેરોલ વધવાની ચિંતાથી મુક્ત થઈને દરરોજ એક ઈંડું ખાઈ શકાય છે. PHRIદ્વારા વિશ્લેષણ કરાયેલા ત્રણ રિસર્ચમાં કુલ 1 લાખ 77 હજાર લોકો સામેલ હતા. આ રિસર્ચ પણ લાંબા ગાળાની અવધિમાં કરવામાં આવ્યું છે. તેથી આ રિસર્ચને અગાઉ કરવામાં આવેલા રિસર્ચ કરતાં વધુ વિશ્વસનીય માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here