ફોર ધ રોલ : સાઈના નેહવાલની બાયોપિકમાં પરિણીતી ચોપરા બોડી ડબલનો યુઝ નહીં કરે

0
24

મુંબઈઃ હાલમાં જ સાઈના નેહવાલની બાયોપિકના શૂટિંગ દરમિયાન પરિણીતી ચોપરાને ખભામાં ઈજા થઈ હતી. હાલમાં પરિણીતી ચોપરાએ શૂટિંગમાંથી બ્રેક લીધો છે અને માનવામાં આવે છે કે પરિણીતી ચોપરા ટૂંક સમયમાં શૂટિંગ પર પરત ફરશે. પરિણીતીએ કહ્યું હતું કે તે બેડમિન્ટનની ટ્રેનિંગ દરમિયાન ઘાયલ થઈ હતી અને હાલમાં રેસ્ટ કરે છે. આગામી દિવસોમાં સાઈના નેહવાલની ભૂમિકા માટે તેણે વધુ અભ્યાસ તથા ટફ પ્રેક્ટિસ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે અને ફિલ્મમાં કોચ ગોપીચંદની ભૂમિકામાં માનવ કૌલ છે.

https://www.instagram.com/p/B3TippQDDab/?utm_source=ig_embed

સૂત્રોના મતે, આ ફિલ્મ માટે પરિણીતી ચોપરા કોઈ બોડી ડબલનો યુઝ કરશે નહીં. ફિલ્મના ડિરેક્ટર અમોલ ગુપ્તે ઈચ્છે છે કે ફિલ્મમાં વાસ્તવિકતા દેખાવી જોઈએ. આથી પરિણીતી ફિલ્મના તમામે તમામ સીન શૂટ કરશે, તેના એક પણ સીન બોડી ડબલ પાસે શૂટ કરાવવામાં આવે નહીં. માનવામાં આવે છે કે શ્રદ્ધા કપૂરે આ જ કારણથી ફિલ્મ છોડી હતી. શ્રદ્ધા કપૂરને લાગતું હતું કે તે અનુભવી બેડમિન્ટન ખેલાડી જેવી લાગવામાં અસમર્થ છે. સૂત્રોના મતે, શ્રદ્ધા પાસે બેડમિન્ટનની પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય નહોતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here