છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા સોશિયલ મીડિયામાં નિમ્ન ભાષાના ઉપયોગ બદલ ટ્રોલ

0
0

વડોદરા. ભાજપના આદિવાસી મહિલા સાંસદ ગીતાબેન રાઠવા ફેસબુક ઉપર પોતાની એક કોમેન્ટના કારણે ચર્ચામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના છોટાઉદેપુરના તેમના મત વિસ્તાર ડભોઈ ગામે કોરોના વાઈરસની મહામારીને લઈ ઉકાળા વિતરણ તેમજ અન્ય કાર્યક્રમનો વીડિયો ફેસબુક ઉપર શેર કર્યા છે. જેમાં એક શખ્સે આરક્ષણ મુદ્દે સવાલ કરી દીધો હતો. જેના પ્રત્યુત્તરમાં ગીતાબેને કહ્યું કે, તું તારા ગામમાં કોઈ સેવા કાર્ય કર પછી બીજા લોકો ને આંગળી કર. ગીતાબેનની આ કોમેન્ટ બાદ કેટલાક લોકોએ નિમ્ન ભાષા ઉપયોગ બદલ ગીતાબેનને ટ્રોલ કર્યા છે. સાથે કોમેન્ટને સ્ક્રીનશોટ સાથે સોશિયલ મીડિયામાં લોકોએ શેર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here