Sunday, February 16, 2025
Homeછોટાઉદેપુર : બોડેલી સુખી જળાશય સિંચાઇ યોજના-૨ની કચેરીના ચેક ડેમ કૌભાંડમાં એસીબીએ...
Array

છોટાઉદેપુર : બોડેલી સુખી જળાશય સિંચાઇ યોજના-૨ની કચેરીના ચેક ડેમ કૌભાંડમાં એસીબીએ ગુનો નોંધ્યો, 8 આરોપી સામે કાર્યવાહી

- Advertisement -

છોટાઉદેપુર: બોડેલી સુખી જળાશય સિંચાઇ યોજના-૨ની કચેરીમાં આચરવામાં આવેલા ચેક ડેમ કૌભાંડ મામલે એસીબીએ ગુનો નોંધ્યો છે. આ મામલે એસીબીએ 3 ફરિયાદ નોંધીને 8 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કંડેવાર, સોઢવડ અને નળવાટના ચેક ડેમોના ભ્રષ્ટાચારના કેસમાં કાર્યપાલક ઇજનેર, કર્મચારીઓ અને ચેક ડેમ કોન્ટ્રકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ચેક ડેમ બનાવ્યા વગર જ બોગસ દસ્તાવેજો બનાવીને ₹ 10.57 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.

કોની વિરુદ્ધ ગુનો નોંધાયો ?
– એ.ડી. રાઠોડ, તત્કાલીન કાર્યપાલક ઇજનેર
– એમ.એન.શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર(નિવૃત)
– પી.આર.જોશી, અધિક મદદનીશ ઇજનેર (નિવૃત)
– એક.કે.બારીયા, હેડ કલાર્ક (નિવૃત)
– ધર્મરાજ ઉર્ફે ટીકો મગનલાલ બારીયા (કોન્ટ્રકટર)
– ગોપાલ ઉર્ફે કાલુ ભાવસિંહ રાઠવા (ટ્રેકટર દ્રાઈવર)
– જગનભાઈ છીપાભાઇ રાઠવા (પ્રાયોજક)
– નવનીત રઘુનાથ પટેલ (પ્રજાજન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular