- Advertisement -
છોટાઉદેપુરઃ નસવાડીના સરકારી સસ્તા અનાજના જથ્થામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. નસવાડીના સસ્તા અનાજના ગોડાઉનના જુના મેનેજર નિવૃત થતાં નવા આવેલા મેનેજરે અનાજનો જથ્થો ચેક કરતા અનાજનો જથ્થામાં મોટાપાયે ઘટ જણાઇ હતી. જેથી પુરવઠા અધિકારીએ ગોડાઉન સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પુરવઠા અધિકારીએ તપાસ કરતા ગોડાઉનમાંથી ઘઉંની 2650 બોરી, ચોખાની 1600 બોરી ઓછી જણાઇ હતી.
30 જુને ગોડાઉનના મેનેજર નિવૃત થયા હતા
30 જુન, 2019ના રોજ ગોડાઉનના મેનેજર નિવૃત થયા હતા. ત્યારે તેમની જગ્યાએ નવા ગોડાઉન મેનેજરે ચાર્જ લીધો હતો. નવા મેનેજરે ચાર્જ લેતાની સાથે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ગોડાઉનમાંથી નસવાડી તાલુકાના 42 રેશનિંગ સંચાલકો, 246 મધ્યાહન ભોજન કેન્દ્રો, 224 આંગણવાડી કેન્દ્રોમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો.