Friday, September 17, 2021
Homeછોટાઉદેપુર : બે કિશોરીઓએ ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
Array

છોટાઉદેપુર : બે કિશોરીઓએ ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

વડોદરા : છોટાઉદેપુરના પાલા ગામ ખાતે આપઘાતનો બનાવ સામે આવ્યો છે. મૃતક બંને પિતરાઈ બહેનોએ કોઈ કારણસર ખેતરમાં જ ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો છે. બંને મૃતકો સગીર વયની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના પાલા ગામની સીમમાં બે કિશોરીઓએ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. બંનેએ આંબાના વૃક્ષની ડાળી પર દોરડું બાંધીને લટકીને આપઘાત કર્યો હતો.

 

પ્રાપ્ત વિગત પ્રમાણે કવાંટ તાલુકાનો શ્રમજીવી પરિવાર નસવાડીના પાલા ગામ ખાતે ખેત મજૂરીનું કામ કરતો હતો. અહીં ખેતરમાં જ પરિવારની કાકા-બાપાની દીકરીઓએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

બનાવ ધ્યાનમાં આવ્યા બાદ નસવાડી પોલીસ તેમજ મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને કિશોરીઓએ શા માટે આપઘાત કર્યો છે તેની તપાસ શરૂ કરી છે.

આપઘાત કરી લેનાર કિશોરીઓના નામ મિસરીબેન સુખ (ઉં.વ. 14) અને આરતી ગુરુજી (ઉં.વ. 15) છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments