Thursday, August 5, 2021
No menu items!
Homeચોટીલા : ૧૦૮ ના સ્ટાફે પરિણીતાની રસ્તા પર કરી સફળ ડિલિવરી
Array

ચોટીલા : ૧૦૮ ના સ્ટાફે પરિણીતાની રસ્તા પર કરી સફળ ડિલિવરી

ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને 108માં રસ્તામાં ડીલીવરી કરાવી 108ના સ્ટાફે બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકને ખસેડાયા હતા.

 

ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને 108માં રસ્તામાં ડીલીવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ડોસલીધુના ગામ ડુંગરાળ અને છેવાડાનું હોઇ પરિણીતા કાજલબેન સંજયભાઇને પ્રસુતાની પીડા ઉપડતા કુવાડવાથી 108ના પાયલોટ જયપાલભાઇ પરમાર અને ઇ.એમ.ટી. મેહુલભાઇ ડોસલીધુના ગામે પહોંચી પ્રસુતાને 108 એમ્બ્યુલન્સ વાનમાં લઇ હોસ્પિટલમાં જવા નિકળ્યા હતા.

એમ્બ્યુલન્સ વાનમાં લઇ હોસ્પિટલમાં જવા નિકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ પરિણીતાને ડીલીવરીની જરૂર જણાતા ઇ.એમ.ટી. મેહુલભાઇ દિહોરાએ ફોન પર હોસ્પિટલના ડોક્ટર સુનિતાબેન દ્વારા માર્ગદર્શન મેળવી 108માંજ રસ્તામાં સફળ ડીલીવરી કરાવી હતી. આમ 108ના કર્મચારીઓએ પ્રસુતાને રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકને ખસેડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments