ક્રિસ ગેલ નવા વર્ષે એકદમ ફોર્મમાં જોવા મળ્યો, પબમાં યુવતીઓ સાથે આવો વીડિયો વાયરલ

0
47

ક્રિસ ગેલ ફક્ત તેના બેટથી જ ધમાલ નથી મચાવતો, પરંતુ મેદાનની બહાર પણ તે મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળે છે. તેણે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ડાન્સર્સ સાથે પબમાં મસ્તી કરતો જોવા મળે છે.

ક્રિસ ગેલે જે ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તે ડાન્સ વીડિયોને ચાહકો દ્વારા ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહ્યાં છે. કેટલાકને જાણવાની ઇચ્છા છે કે હાલમાં ગેલ ક્યાં છે અને આ ડાન્સ વીડિયો ક્યાંનો છે.

https://www.instagram.com/p/B7EibVpl-qw/?utm_source=ig_embed

કેટલાક લોકોએ કહ્યું કે આ વીડિઓ ઢાકાનો છે, જ્યાં આ બેટ્સમેન બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં રમે છે. જ્યારે કેટલાક ચાહકો કહે છે કે આ વીડિયો જમૈકાનો છે.

ક્રિસ ગેલ હાલમાં બાંગ્લાદેશમાં છે અને ચેટ્ટોગ્રામ ચેલેન્જર્સ ટીમ વતી બીપીએલમાં રમે છે. તેણે 7 જાન્યુઆરીએ આ વખતે પ્રથમ વખત બીપીએલમાં ભાગ લીધો હતો અને રાજશાહી રોયલ્સ સામે 10 બોલમાં 23 રન બનાવ્યા હતા, જેમાં તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા.

ક્રિકેટની પિચ પર ધૂમ મચાવનાર ગેલ હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે. રંગબેરંગી મૂડનો ગેલ સોશિયલ મીડિયા પર આવા વીડિયો અપલોડ કરતો રહે છે. ગેલની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here