ક્રિસ મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો

0
25

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે. ક્રિસ મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે કરોડમાં ખરીદ્યો છે. અગાઉ 2015માં યુવરાજ સિંહને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો.

IPLના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ:

ક્રિસ મોરિસ: 16.25 કરોડ, રાજસ્થાન રોયલ્સ -2021

યુવરાજ સિંહ: 16 કરોડ, દિલ્હી ડેરડેવિલ્સ- 2015

પેટ કમિન્સ: 15.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ- 2020

બેન સ્ટોક્સ: 14.5 કરોડ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ – 2017

ગ્લેન મેક્સવેલ: 14.25 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર- 2021

ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ગઈ સીઝનની 13 મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે 15.42ની એવરેજથી 108 રન કર્યા હતા. એકપણ સિક્સ મારી શક્યો નહોતો. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને 7 કરોડમાં ખરીદ્યો છે.

મોંઘવારી સાથે મોંઘો થતો મેક્સવેલ

2013: 5.3 કરોડ (MI)

2014: 6.0 કરોડ (KXIP)

2018: 9.0 કરોડ (DC)

2020: 10.75 કરોડ (KXIP)

2021: 14.25 કરોડ (RCB)

દુબે રાજસ્થાન રોયલ્સ માટે રમશે

ઓલરાઉન્ડર શિવમ દુબે ગઈ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડમાં ખરીદ્યો છે.

કરુણ નાયરથી ઓક્શનની શરૂઆત થઈ. કોઈએ તેને ખરીદ્યો નહીં અને તે અનસોલ્ડ ગયો. તે પછી એલેક્સ હેલ્સ, જેસન રોય, ઇન્ડિયન ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ હનુમા વિહારી અને કાંગારું કપ્તાન આરોન ફિન્ચ પણ અનસોલ્ડ ગયા હતા.

સ્મિથ દિલ્હી માટે રમશે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.20 કરોડમાં ખરીદ્યો છે. તેના માટે બેંગલોરે પણ બોલાવી લગાવી હતી. જોકે અંતે બાજી દિલ્હીએ મારી હતી.

VIVOની IPL સ્પોન્સર તરીકે વાપસી

મોબાઇલ કંપની વીવોની IPL ટાઇટલ સ્પોન્સર તરીકે વાપસી થઈ છે, તે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે.

કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થવાનો હતો. જોકે, 6 મહિના પહેલા ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે વિવો અને બોર્ડનો કોન્ટ્રાકટ એક વર્ષ માટે સસ્પેન્ડ થયો હતો.

ઓક્શનની શરૂઆત બેટ્સમેનથી થશે. એ પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર્સ અને બોલર્સ પર બોલી લાગશે. તમામ 292માંથી માત્ર 10 ખેલાડીને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસના સ્લોટમાં રાખવામાં આવ્યા છે.

પ્લેયર્સની બેઝ પ્રાઇસ

અનકેપ્ડ ખેલાડીઓ માટે હવે 20, 30 અને 40 લાખની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, જ્યારે કેપ્ડ ખેલાડીઓને 5 અલગ-અલગ બેઝ પ્રાઇસ 50 લાખ, 75 લાખ, 1 કરોડ, 1.5 કરોડ અને બે કરોડમાં રાખવામાં આવ્યા છે. કેપ્ડ પ્લેયર્સ તે હોય છે, જે પોતાને દેશ માટે ટેસ્ટ, વનડે, ટી-20માંથી કોઈપણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં રમી રહ્યા છે.

એક ટીમમાં મેક્સિમમ અને મિનિમમ કેટલા પ્લેયર્સ હશે

તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં મેક્સિમમ 25 અને મિનિમમ 18 ખેલાડી રાખી શકે છે. કોઈપણ ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડી હોઈ શકે છે. હાલની સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પાસે સૌથી ઓછા 14 ખેલાડી અને સનરાઈઝર્સ હૈદરાબાદની પાસે સૌથી વધુ 22 ખેલાડી છે, એટલે કે ઓક્શનમાં RCBએ ઓછામાં ઓછા 4 ખેલાડી ખરીદવા પડશે. જ્યારે SRH વધુમાં વધુ 3 ખેલાડી ખરીદી શકે છે.

ખેલાડીઓ ખરીદવા માટે પંજાબના પર્સમાં સૌથી વધુ રૂપિયા

IPLની આ સીઝનમાં ફ્રેન્ચાઈઝીનું સેલરી પર્સ(બજેટ) ગત સીઝનની જેમ 85 કરોડ જ રહ્યું છે, એટલે કે કોરોનાને કારણે આ વખતે સેલરીના બજેટમાં કોઈ વધારો થયો નથી, જ્યારે 2019માં આ બજેટ 80 કરોડ અને 2018માં 66 કરોડ રૂપિયા હતું. આ વખતે પંજાબની પાસે ખેલાડીઓ ખરીદવા માટે સૌથી વધુ 53.20 કરોડ રૂપિયા છે. નિયમ અંતર્ગત ટીમનો ન્યૂનતમ ખર્ચ 60 કરોડ થવો જોઈએ, એટલે કે સેલરી કેપની વેલ્યુ 75 ટકા છે.

રાઈટ ટુ મેચ કાર્ડ(RTM કાર્ડ)નો ઉપયોગ થઈ શકે છે

રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા ફ્રેન્ચાઈઝી પોતાના જૂના ખેલાડીઓને હરાજીમાં પરત પ્રાપ્ત કરી શકે છે. એના માટે તેમણે હરાજીમાં ખેલાડી પર લાગેલી સૌથી વધુ બોલી જેટલી કિંમત ચૂકવવી પડશે. ઉદાહરણ માટે રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથને આ સીઝનમાં રિટેન કર્યો નથી. હરાજી દરમિયાન કોઈ ફ્રેન્ચાઈઝીએ તેમની પર સૌથી વધુ બોલી લગાવી છે તો રાજસ્થાન RTM કાર્ડનો ઉપયોગ કરીને તેને પોતાની ટીમમાં લાવી શકે છે. અધિકતમ 5 ખેલાડીને ફ્રેન્ચાઈઝી દ્વારા(RTM કાર્ડ) રિટેન કરી શકે છે.

2 કરોડ બેઝ પ્રાઇસવાળા સ્લોટમાં ઈંગ્લેન્ડના 5 પ્લેયર

2 કરોડ રૂપિયા બેઝ પ્રાઇસવાળા પ્લેયર્સમાં ભારતના હરભજન સિંહ અને કેદાર જાધવ સામેલ છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ પ્લેયર ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ સ્મિથ પણ છે. ઈંગ્લેન્ડના સૌથી વધુ 5 ખેલાડી- મોઈન અલી, સેમ બિલિંગ્સ, લિયામ પ્લંકેટ, જેસન રોય અને માર્ક વૂડને લિસ્ટમાં જગ્યા મળી. એક નામ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું પણ છે.

આ વખતે હરાજીમાં મેક્સવેલ અને શકિબ સિવાય કાઈલ જેમિસન પર પણ મોટી બોલી લાગી શકે છે. અનકેપ્ડ ભારતીય પ્લેયર્સમાં કેરળના મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંદુલકરના પુત્ર અર્જુન પર પણ ફ્રેન્ચાઈઝી પૈસા લગાવી શકે છે. આ 5 પ્લેયર્સ તમામને ચોંકાવી શકે છે.

20 લાખ રૂપિયા બેઝ પ્રાઇસવાળા 2 ખેલાડી જેમની પર સૌથી વધુ નજર છે

મોહમ્મદ અઝહરુદ્દીન

ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીને તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલીએ ટી-20 ટર્નામેન્ટમાં 37 બોલ પર સદી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટ ઈતિહાસની સૌથી ઝડપી સદી રહી. કેરળના આ બેટ્સમેને 5 મેચમાં 195ની સ્ટ્રાઈક રેટથી 214 રન બનાવ્યા. 158 રન બાઉન્ડરી મારીને લીધા. એક સદી ફટકારી. કરિયરની ટી-20માં 23ની સરેરાશથી 451 રન બનાવી ચૂક્યા છે. સ્ટ્રાઈક રેટ 142નો રહ્યો.

અર્જુન તેંદુલકર

સચિન તેંદુલકરના પુત્ર અને લેફ્ટ-આર્મ પેસર અર્જુને MIG ક્રિકેટ કલબ તરફથી રમતાં 3 વિકેટ લીધી હતી, સાથે જ ઓલરાઉન્ડર 31 બોલ પર 77 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. તેમની ટીમ 194 રનથી જીતી હતી. સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં તે મુંબઈ માટે 2 ટી-20 રમ્યો હતો, જેમાં 2 વિકેટ લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here