રાજકોટ : ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

0
12

રાજકોટ. કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહીં આવે. કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે. હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ દર્દીઓની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. તો એક કોરોના પોઝિટિવ વાઇરસ ધરાવતા દર્દીની સારવાર પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી જે સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે. ગુજરાતની આ રીતની પહેલી ખાનગી હોસ્પિટલ હોવાનું સામે આવી રહ્યું છે

હોસ્પિટલના સંચાલકોએ કલેક્ટર સાથે MOU કર્યા

ક્રાઇસ્ટ હોસ્પિટલના તેજશભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાના કોઇ પણ દર્દી હોય તેઓને ફ્રિમાં સારવાર કરવામાં આવશે. આ અંગેના MOU કલેક્ટર સાથે કરવામાં આવ્યા છે. શંકાસ્પદ હોય કે પોઝિટિવ કેસ તમામની સારવાર ફ્રિ કરવામાં આવશે તેવા MOU કલેક્ટર કચેરીમાં હોસ્પિટલના સંચાલકો દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાતની આ પ્રથમ ખાનગી હોસ્પિટલ છે કે કોરોનાના દર્દીઓ માટેની સારવાર ફ્રિ કરી છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

16મી એપ્રીલથી કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં નહીં આવે
રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 59 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી 16 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર લેવી હોય તો તેને હોસ્પિટલના નિયત કરેલા ચાર્જ મુજબ પૈસા ભરવા પડતા હોય છે. ત્યારે રાજકોટ ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમને ત્યાં ગત 16મી એપ્રીલથી કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો સારવારના નામે લાખો રૂપિયા પડાવી રહી છે. ત્યારે રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા કોરોના વાઇરસના દર્દી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ નહીં વસૂલવાનું નક્કી કર્યું છે. આ બાબતે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે એક કરાર પણ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here