ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે

0
0

અંબાજી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. જ્યારે 28મે ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકવામાં આવશે. માર્ચમાં સોશિયલ મીડિયા પર ચુંદડીવાળા માતાજીના દેવલોક પામ્યાની અફવા ફેલાઈ હતી. પરંતુ તેઓએ મંગળવારે(આજે) મોડી રાતે તેમને દેહત્યાગ કર્યો હતો.

કોણ હતા ચૂંદડીવાળા માતાજી? 

ચુંદડીવાળા માતાજી મહેસાણાના ચરાડા ગામના વતની હતી.
ચુંદડીવાળા માતાજીનું નામ પ્રહલાદ જાની હતું.
12 વર્ષના હતા ત્યારથી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો.
ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની નહોતા લેતા અન્ન-જળ.
છેલ્લા 76 વર્ષથી અન્ન-જળ વિના જીવતા હતા.
માતાજીએ પોતાની મૂર્તિની જીવતે પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
ચુંદડીવાળા માતાજી પર વૈજ્ઞાનિકોએ પણ કર્યા હતા પરિક્ષણ.
ચુંદડીવાળા માતાજી એક ચમત્કારનો ભાગ કહી શકાય.
ચુંદડીવાળા માતાજી કઈ રીતે ભુખ્યા રહે ચે તે એક રહસ્ય હતું.
ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી.
2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું.
પ્રહલાદ જાનીએ મા અંબાજીના ઉપાસક હોવાનો દાવો કર્યો હતો.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here