ચુની ગજેરાએ સુરતમાં પોતાની જ સ્કૂલની શિક્ષિકાની છેડતી કરી : બિભત્સ મેસેજ-અશ્લીલ ક્લિપો મોકલી ગંદા ઈશારા કર્યા

0
0

ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા પર એક શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શાળાના કામકાજ અને ઘરે ગયા બાદ પણ મોબાઈલ પર બિભત્સ મેસેજ અને અશ્લિલ ક્લિપો મોકલવા સાથે ગંદા ઈશારા કર્યા હતાં. મહિલાએ જણાવ્યું હતું કે, તેઓએ મારી સહિત અનેક મહિલાઓ સાથે આવું કર્યું હશે તેમ લાગે છે. સ્કૂલના ટ્રસ્ટી અને માલિક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ અડાજણ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કાયદાનો અભ્યાસ કરી ચૂકેલી શિક્ષિકાએ ચુની ગજેરા વિરૂધ્ધ હાઈકોર્ટ સુધી લડીને ફરિયાદ કરી છે.
(કાયદાનો અભ્યાસ કરી ચૂકેલી શિક્ષિકાએ ચુની ગજેરા વિરૂધ્ધ હાઈકોર્ટ સુધી લડીને ફરિયાદ કરી છે.)

 

પીડિતાએ કાયદાનો અભ્યાસ કરેલો છે

પીડિતાએ જણાવ્યું હતું કે, મારી ફરિયાદ નોંધાઈ તે બદલ તંત્રનો આભાર માનો છું. મારી સાથે 15મી ડિસેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન છેડતી થઈ હતી. સ્કૂલમાં કોઈપણ ટીચર પાંચ વર્ષ સુધી રહી શકતા નથી. મેં કાયદાનો અભ્યાસ કર્યો હોવાથી હું આમાં ઊંડી ઉતરી છું. મીસીસ ગુજરાત અમારી સ્કૂલમાં આવ્યાં ત્યારે હું તેને સ્ટેજ પર લઈ ગયેલી ત્યારે ચુનીભાઈની નજર મારા પર પડી અને ત્યારબાદ મને બિભત્સ મેસેજ અને બધું મોકલતા હતાં. હું લાચાર હોય તેમ મને મોકલતા હતાં. હું પહેલી વખત મેસેજ આવો આવ્યો ત્યારે ડરી ગઈ હતી. પછી હિંમત આવી અને ક્લિપ ભેગી કરી હતી.

ચુની ગજેરા શિક્ષિકાને મોબાઈલમાં અશ્લિલ સાહિત્ય વીડિયો અને મેસેજ સ્વરૂપે મોકલતો હતો.(ફાઈલ તસવીર)
(ચુની ગજેરા શિક્ષિકાને મોબાઈલમાં અશ્લિલ સાહિત્ય વીડિયો અને મેસેજ સ્વરૂપે મોકલતો હતો.(ફાઈલ તસવીર))

 

મેં પોલીસનો ડર બતાવેલો

મેં ચુનીભાઈને કહેલું કે, હું પોલીસમાં જઈશ આ બધુ લઈને.. એટલે 27મી માર્ચે મને પ્રિન્સિપાલ તરફથી ના પડાવી દીધી કે તમારે સ્કૂલ આવવાનું નહી. તમે ચુનીભાઈની વિચારધારામાં બેસતા નથી. ડાયમંડની ઓફિસ પણ મને મોકલવામાં આવી હતી. જાહેર રજાના દિવસે પણ ત્યાં મારે જવું પડેલું. ત્યાં ચુનીભાઈએ મને ચા પાણી કરાવી સોફા પર બેસાડી. તેના પેન્ટની ચેઈન ખુલ્લી હતી. હું ડરી ગઈ તેમનું પ્રાઈવેટ પાર્ટ દેખાતો હતો. મને થયું આ શું.. મેં કહ્યું હું જાવ છું. પરંતુ મને પકડવા કોશિષ કરી હતી. બાદમાં ત્યાંથી નીકળી ગઈ હતી.

ચુની ગજેરાએ પીડિત શિક્ષિકાને પોતાની હીરાની ઓફિસના પાંચમા માળે પણ બોલાવી છેડતી કરી હતી.
(ચુની ગજેરાએ પીડિત શિક્ષિકાને પોતાની હીરાની ઓફિસના પાંચમા માળે પણ બોલાવી છેડતી કરી હતી.)

 

સ્કૂલમાં અન્યના વર્તન બદલાયા

હું સ્કૂલમાં બીજા દિવસે ગઈ તો બધાનું વર્તન બદલાઈ ગયું હતું. બધા મારી સામે શંકાની નજરે જોતા હતાં. મેં આ અંગે પોલીસ કમિશનરને બધા મેસેજ અને વીડિયો બતાવ્યાં હતાં. આ દરમિયાન મારો મોબાઈલ ગાયબ થઈ ગયો હતો. મેં ખૂબ વ્યથા સહન કરી. ગૃહ મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી ફરિયાદ નોંધાવી હતી. હાઈકોર્ટના ઓર્ડર બાદ મારી ફરિયાદ લેવામાં આવી છે. જેથી હું ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની આભારી છું.

અડાજણ પોલીસે ગુનો નોંધ્યો

એસ.એમ. પટેલ (ACP-જી ડિવિઝન સુરત) એ જણાવ્યું હતું કે, અડાજણની ગ્લોબલ ગજેરા સ્કૂલની શિક્ષિકાએ ચુની ગજેરા વારંવાર છેડતી કરતા હોવાની અને બિભત્સ મેસેજ મોકલતા હોવાની ફરિયાદ કરી છે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં છેડતીના આરોપમાં ફસાયેલા ચુની ગજેરા અને એમના મિત્રએ શાળાના કામકાજ દરમિયાન અને ઘરે હોવા છતાં મેસેજ કરતા આવ્યા હોવાનું જણાવ્યું છે. અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ ફરિયાદીના મોબાઈલ જપ્ત કરી FSLમાં મોકલી મેસેજની ખરાઈ કરશે. એટલું જ નહીં પણ આરોપ અને ફરિયાદીના નિવેદન અને પૂછપરછ કરશે. શિક્ષિકા સામે પણ બિભત્સ ચેન ચાળા અને માનસિક ત્રાસ આપવાનો પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે.

ચુની ગજેરા ભૂળકાળમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે

આ અગાઉ પણ ચુની ગજેરા અને તેમના ભાઈ વસંત ગજેરા જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેઓને જમીન મામલે વિવાદને લઈને જેલવાસ ભોગવવો પડ્યો હતો. લક્ષ્મી ડાયમંડ નામે ડાયમંડ ક્ષેત્રમાં મોટું માથું ગણાતા તેમજ મિલેનિયમ માર્કેટ સહિત મોટા પ્રમાણમાં બાંધકામ કરી બિલ્ડર તરીકે પણ મોટું નામ ધરાવતા વસંત હરી ગજેરા અને ચુની હરી ગજેરા સામે અત્યાર સુધીમાં જમીન કૌભાંડને લગતા પાંચ ગુના નોંધાયા છે. કતારગામના રામજીકૃપા રો હાઉસના મામલે ગુનો નોંધાયો હતો. જેમાં ચુની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી અને તે આઠ મહિના જેલમાં રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here