અમદાવાદ : યુવકને સિગારેટ પીવી મોંઘી પડી..! તસ્કરો નજર ચૂકવી 5 લાખ લઇ રફુચક્કર

0
11

અમદાવાદ શહેરના મીઠાખરી નજીક એક યુવકને સિગારેટ પીવી મોંધી પડી હતી. સિગારેટ પીવા ગયેલા યુવકના એક્ટિવામાંથી તસ્કરો પાંચ લાખ લઇ છુમંતર થઇ ગયા. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના નજીકની એક દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

પોલીસ ફરિયાદ મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતો રાહુલ પરીખ નામનો યુવક પોતાના મિત્ર તરુણ સાધુની કલગી ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસમાં ગયો હતો. આ દરમિયાન તરુણે રાહુલને સી.જી.રોડ પરથી એચ.કે.આંગડીયામાં પાંચ લાખ રૂપિયા લેવા મોકલ્યો હતો. રૂપિયા સફેદ કલરની થેલીમાં મુકીને રાહુલ એક્ટિવાની ડેકીમાં મૂકીને એક્ટિવા લઈને પરત ઓફીસ તરફ આવી રહ્યો હતો. રૂપિયા લઈને આવી રહેલો રાહુલ મીઠાખળી પાસેની ટી.સી.રેસ્ટોરાંની બાજુમાં આવેલા ગલ્લા પર સિગારેટ પીવા એક્ટિવા રોડ પર પાર્ક કરીને ગયો હતો. પરત ફરતા એક્ટિવા એક્ટિવાની ડેકી ખુલ્લી જોવા મળી હતી અને ડેકી ખોલીને અંદર જોતા પાંચ લાખ રૂપિયા ભરેલી થેલી ગાયબ હતી.

એક્ટિવામાંથી રૂ. 5 લાખ ભરેલી થેલીની ઉઠાંતરી થતાં રાહુલે તરૂણ વાત કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચી આજુબાજુના લોકોને પૂછપરછ કરી હતી. આ દરમિયાન નજીકના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં બાઈક પર આવેલા બે ઈસમો એક્ટિવાની ડેકી ખોલીને પાંચ લાખ રૂપિયા ભરેલી થેલી લઈને જતા દેખાયા હતા.

આ બાબતે તેમણે તાત્કાલિક રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની ડેકીનું લોક તોડી પાંચ લાખ રૂપિયા લઇ જતા નજરે પડ્યા હતા. પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here