ગેરકાયદે બાંધકામની યાદી AMC સાઈટ પર મુકવાનો પરિપત્ર 7 વર્ષથી ખાય છે ધૂળ

0
3

શહેરમાં ગેરકાયદે બાંધકામો ધમધમે છે, તેના માટે જવાબદાર બિલ્ડરો તે બાંધકામો વેચે પછી તેના ખરીદારો સામે કાર્યવાહી થાય ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, પણ આવા બાંધકામો બનતા હોય ત્યારે જ તેની જાણ મ્યુનિ. વેબસાઇટ પર ચઢાવવા અને નાગરિકો તે ખરીદે નહીં તે જોવા માટે 2014માં જ પરિપત્ર થયો હતો. જેનો અમલ જ મ્યુનિ.એ નહીં કરતાં અનેક નાગરિકો તેનો ભોગ બન્યા છે.

શહેરમાં એક તરફ બીયુ પરમિશન ન ધરાવતા બિલ્ડિંગોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે ત્યારે આ બિલ્ડિંગ બન્યા બાદ તેનું વેેચાણ થયા બાદ ખરીદારે મોટો ગુનો કર્યો હોય તેવી તેની સામે કાર્યવાહી કરાય છે. આ સ્થિતિને અટકાવવા 2014માં શહેરી વિકાસ વિભાગના પરિપત્રમાં ઠરાવ્યું હતું કે, તમામ આસિ.મ્યુનિ.કમિશનર તથા અધિકારીઓ અમદાવાદ મ્યુનિ.ની હદમાં આવેલી સ્કીમ પ્રકારની વેચાણના હેતુસર બનતી ગેરકાયદે બાંધકામની માહિતી લોકો સુધી પહોંચાડવી જોઇએ. તેની વિગતોમાં બાંધકામની ઝોનવાર યાદી તૈયાર કરી ડે.મ્યુનિ. કમિશનરની મંજૂરી મેળવી વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવી કે તેને બહોળી પ્રસિદ્ધિ માટે વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરવી જોઇએ. આ પરિપત્રનો મ્યુનિ. દ્વારા ભાગ્યે જ અમલ કરાય છે.

બીયુ પરમિશન વગરના 169 યુનિટ સીલ

બીયુ પરમિશન વિનાની 6 બિલ્ડિંગોના 169 યુનિટને સીલ કરી દેવાયા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં 1, ઉ.પશ્ચિમ ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 46 અને દક્ષિણ ઝોનમાં 104 યુનિટ સીલ કરાયા છે. 6 દિવસમાં 1140 દુકાનો, ઓફિસ, ક્લાસીસ, હોટલના 523 રૂમ, રેસ્ટોરાંના 67 યુનિટ, 33 સ્કૂલોના 511 રૂમ અને 1 ઇન્ડસ્ટ્રીયલ થઇ કુલ 2245 યુનિટ સીલ કરાયા છે.

આ 6 બિલ્ડિંગ સામે કાર્યવાહી

તૃપ્તિ વિદ્યાલય ચાંદલોડિયા, શિવશક્તિ ઢાબા, સરદાર પટેલ સ્કૂલ, સહયોગ હાઇસ્કૂલ, હોટેલ શક્તિ ઇન, જલપરી કોમ્પ્લેક્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here