સુરત : નવો પોઝિટીવ કેસ ન નોંધાતા હાશકારો,સિવિલ હોસ્પિટલમાં લોકોને ઉભા રહેવા સર્કલ બનાવાયા

0
9

સુરત : કોરોના વાઈરસના પોઝિટીવ દર્દીઓમાં છેલ્લા 60 કલાક કરતાં વધુ સમયથી વધારો નથી નોંધાયો. જેથી તંત્રમાં હાશકારાની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી સિવિલ હોસ્પિટલમાં દરેક જગ્યાએ સર્કલ બનાવવામાં આવ્યાં છે. જેથી લોકો તેના સર્કલમાં ઉભા રહી શકે.

સર્કલ બહાર જનાર ગેટ બહાર

સિવિલ હોસ્પિટલની તમામ OPD, લેબોરેટરી, કેસ બારી અને દવા બારી સહિત ના વિભાગ બહાર ગોળ સર્કલ બનાવાયા છે.કોરોના વાઇરસથી બચવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ છે. સિક્યુરોટી ગાર્ડન જવાનો દર્દીઓને ગોળાકારમાં ઉભા રાખવાની જવાબદારી ઉપાડી છે. સર્કલની બહાર ગયા તો ગેટ બહાર જશો એ જ એક છેલ્લો રસ્તો અખત્યાર કરવામાં આવી રહ્યો હોવાથી લોકો પણ નિયમનું પાલન કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here