કોરોના ઈન્ડિયા : દેશમાં અત્યાર સુધી 39.40 લાખ કેસ : હરિયાણામાં સીરો સર્વેનો રિપોર્ટ જાહેર, 8% લોકો સંક્રમણના સંકજામાં, સૌથી વધુ અસર ફરીદાબાદમાં જોવા મળી.

0
4

દેશમાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. અત્યાર સુધી 39 લાખ 33 હજાર 124 કેસ નોંધાયા છે. સારા સમાચાર તો એ છે કે 8 રાજ્યોમાં દર્દીઓના સાજા થવાની ટકાવારી 80%થી વધુ છે. સાથે જ 16 રાજ્ય એવા છે, જ્યાં 70%થી વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. ગુરુવારે 67 હજાર 491 દર્દી સાજા થઈ ગયા છે. આ આંકડા covid19india પ્રમાણે છે.

આ સાથે જ હરિયાણા સરકારે શુક્રવારે સીરો સર્વેનો રિપોર્ટ જાહેર કર્યો છે.સર્વે ઓગસ્ટમાં થયો હતો. જેમાં રાજ્યના 18 હજાર 905 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, રાજ્યના 8% લોકોમાં એન્ટી બોડી ડેવલપ થઈ ચુક્યા છે. એટલે કે આ લોકો સંક્રમિત છે અથવા તો સંક્રમણથી સાજા થયા છે. આમા પણ સૌથી વધુ અસર ફરીદાબાદમાં જોવા મળી.

અહીંયાના 25.8% લોકોમાં એન્ટી બોડી મળી આવ્યા છે. આ ઉપરાંત નૂંહમાં 20.3%, સોનીપતમાં 13.3%, કરનાલમાં 12.2% જિંદમાં 11%, ગુરુગ્રામમાં 10.8%, કુરુક્ષેત્રમાં 8.7% લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે.

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પૂનિયા સંક્રમિત

રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, ડોક્ટર્સની સલાહ પર હાલ હું હોમ આઈસોલેશનમાં છું. બીજી બાજુ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને શુક્રવારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 15 દિવસ પહેલા જ તે સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારથી બેંગલુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, જ્યાં રિકવરી રેટ સારો છે

રાજ્ય રિકવરી રેટ
દિલ્હી 87.8%
બિહાર 87.9%
આંદામાન નિકોબાર 87.6%
દાદરા તથા નગરહવેલી 87.8%
તમિલનાડુ 86.6%
રાજસ્થાન 82.6%
ગુજરાત 81%
નાગાલેન્ડ 81.5%

 

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં ગુરુવારે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,672 સંક્રમિત નોંધાયા. 30 લોકોના મોત થયા. આ બિમારીથી અત્યાર સુધી 1,483 લોકોના મોત થયા છે. ઓગસ્ટમાં અત્યાર સુધી સૌથી વધુ 518 લોકોના મોત થયા છે. આ કુલ મોતના 37.2% છે. સપ્ટેમ્બરના ત્રણ દિવસમાં જ કોરોનાથી 57 લોકોના મોત થયા છે. જો ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રણ દિવસોના મોતના આંકડા જોડવામાં આવે તો કુલ 34 દિવસોમાં 575 લોકોના મોત થયા છે.

રાજસ્થાન

કોરોના અંગે રાજ્યમાંથી સારા સંકેત નથી મળી રહ્યા છે. એક બાજુ જ્યાં દેશમાં ઓગસ્ટ દરમિયાન 24% સેમ્પલિંગ વધ્યા પછી પણ દર્દીઓના નોંધાવામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સાથે જ રાજસ્થાનમાં ઓગસ્ટમાં સેમ્પલિંગ 52% ઓછું રહ્યું, તેમ છતા પણ પોઝિટીવ મળવાની ટકાવારી વધી ગઈ છે. આ અલ્ટા ટ્રેડ જોખમનું એલાર્મ છે.

રાજસ્થાનમાં 31 જુલાઈ સુધી 15 લાખ તપાસ કરવામાં આવી હતી, જ્યારે ઓગસ્ટમાં માત્ર 7.5 લાખ સેમ્પલ જ લેવામાં આવ્યા છે. રાજ્યમાં 31 જુલાઈ સુધી પ્રતિ સો સેમ્પલ પર દર્દી મળવાની ટકાવારી 2.75% હતી, જે ઓગસ્ટ બે ગણી વધીને 5.33 ટકા થઈ ગઈ હતી.

બિહાર

લઘુમતી કલ્યાણ મંત્રી ખુર્શીદના પત્ની બેબુન નિસાનું કોરોનાથી મોત થયું છે. તે 55 વર્ષના હતા. તેમને 19 ઓગસ્ટે એઈમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કોઈ મોટા નેતાના પરિવારનું કોરોનાથી મોત થવાનો આ બીજો કેસ છે. આ પહેલા MLC સુનીલ કુમારનું મોત થઈ ચુક્યું છે. તો આ તરફ રાજ્યમાં દરરોજ થતી કોરના તપાસની સંખ્યામાં નવો રેકોર્ડ બની રહ્યો છે. બુધવારી તુલનામાં 13,527 વધુ તપાસ થઈ હતી. બુધવારે 1,27,404 સેમ્પલની તપાસ થઈ હતી, જ્યારે ગુરુવારે તે વધીને 1,40,931 થઈ ગયો છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ગુરુવારે અત્યાર સુધીના સૌથી વધુ 18 હજાર 105 કેસ નોંધાયા છે. મુંબઈમાં કુલ કેસ વધીને 1 લાખ 50 હજાર 95 થઈ ગયા છે. જ્યારે 7 હજાર 764 લોકોના મોત થયા છે. સાથે જ પૂણેમાં અત્યાર સુધી કુલ કેસ 1 લાખ 86 હજાર 122 થઈ ગયા છે. શહેરના અત્યાર સુધી 4,238 દર્દીના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં ગુરુવારે 1 લાખ 40 હજાર સેમ્પલની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 60 લાખ 50 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here