Saturday, September 25, 2021
HomeCISCE પરીક્ષા : ધોરણ 10 અને 12માં રિઝલ્ટ સુધારવા માટે પરીક્ષાની રજીસ્ટ્રેશન...
Array

CISCE પરીક્ષા : ધોરણ 10 અને 12માં રિઝલ્ટ સુધારવા માટે પરીક્ષાની રજીસ્ટ્રેશન ડેટ લંબાવી

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ ધોરણ 10 અને 12માં રિઝલ્ટ સુધારવા માટે પરીક્ષાની રજીસ્ટ્રેશન ડેટ લંબાવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ હવે 4 ઓગસ્ટ સુધી આ પરીક્ષાઓ માટે અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ રાખી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cisce.org પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે.

ક્મ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે અરજીની તારીખ લંબાવી આ ઉપરાંત બોર્ડે ક્મ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે પણ રજીસ્ટ્રેશનની તારીખ લંબાવી છે. જે કેન્ડિડેટ્સને આ વર્ષે પાસ સર્ટિફિકેટ આપ્યું નથી, પરંતુ તેઓ ધોરણ 10માં અંગ્રેજી અને અન્ય ત્રણ સબ્જેક્ટ તથા ધોરણ 12માં અંગ્રેજી અને બે સબ્જેક્ટમાં પાસ થયા છે, તેઓ 14 ઓગસ્ટ સુધી ક્મ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે અપ્લાય કરી શકે છે. વર્ષ 2021 માટે CISCEમાં ચેન્જ અને ક્મ્પાર્ટમેન્ટ એ બંનેની પરીક્ષાઓ 16 ઓગસ્ટ, 2021થી શરુ થશે.

આ વર્ષે ધોરણ 10-12ની પરીક્ષા લેવાઈ નહોતી
કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)એ હાલમાં જ ICSE (ધોરણ 10) અને ISC(ધોરણ 12)ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. આ વર્ષે ધોરણ 10માં 99.98% વિદ્યાર્થીઓ પાસ થયા અને ધોરણ 12માં 99.76% વિદ્યાર્થી પાસ થયા છે.

કોરોના મહામારીને લીધે બંને ક્લાસની પરીક્ષાઓ કેન્સલ કરી હતી. એ પછી ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ ક્રાઈટેરિયાને આધારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. તેવામાં રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ 4 ઓગસ્ટ સુધી પરીક્ષા માટે અપ્લાય કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments