મહેસાણા : લકઝરી અને જીપ અથડાતાં CISF જવાનનું મોત : 2 ને ગંભીર ઇજાઓ.

0
35

મહેસાણા-અમદાવાદ હાઇવે પર શિવાલા સર્કલ પાસે બુધવારે લકઝરી અને CISFની જીપ વચ્ચે અકસ્માત થતાં CISFના અધિકારીનું મોત થયું હતું. જ્યારે અન્ય બે ને ઇજા થઇ હતી. માણસાની દેવદર્શન સોસાયટીમાં રહેતા ગુણવંત લાલ સોમનાથ ઠાકર (58) લીંચ નજીક સીઆઇએસએફ કેમ્પમાં ફરજ બજાવતા હોઇ બુધવારે સવારે તેઓ સરકારી જીપમાં ફરજ પર હાજર થવા આવતા હતા, ત્યારે મહેસાણાના શિવાલા સર્કલ પાસે અમદાવાદ તરફથી આવતી લકઝરી બસની ટક્કર વાગતાં જીપમાં ફસાયેલા ગુણવંતલાલ ઠાકર, ડ્રાઇવર રામવીરસિંહ અને જવાન રતનભાઇ કરશનભાઇ ગઢવીને ગંભીર ઇજા થતાં મહેસાણા સિવિલમાં લવાયા હતા. જ્યાં ગુણવંતલાલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને લાયન્સમાં ખસેડ્યા હતા.

પરિવારની જાણ બહાર લાશનું પીએમ કરવાના મુદ્દે હંગામા બાદ સમજાવટ પછી લાશ સ્વીકારાઇ મહેસાણા તાલુકા પોલીસે લાશનું પીએમ કરાવ્યા બાદ પહોંચેલા પરિવારજનોએ તેમની ગેરહાજરીમાં પીએમ બાબતે હંગામો મચાવી લાશ લેવા ઇન્કાર કર્યો હતો. પરંતુ કલાકોની સમજાવટને અંતે લાશ સ્વીકારી હતી. તાલુકા પોલીસે લક્ઝરી ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here