કોરોનાવાઈરસ : મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, હિરાબા, ડોક્ટર્સ, પોલીસ અને અમદાવાદના નાગરિકાઓ દીપ પ્રાગટ્ય કર્યું

0
8

 

અમદાવાદ. કોરોના મહામારી સામેની જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રવિવારે શહેરીજનો, પોલીસ, ડોક્ટર્સ, સંતો, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતા દીપ પ્રાગટ્ય કર્યુ હતું. તેમણે એક વર્ષ સુધી પોતાના વેતનના 30 ટકા રકમ દર મહિને કોરાના સંક્રમણના સામના માટે સરકારને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

 

અમદાવાદના ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં સ્થાનિકોએ પોત પોતાના ઘરના ઓટલાઓ પર ઉભા રહ્યીને હાથમાં દીવડાઓ તેમજ મીણબત્તી પ્રગટાવી નવ મિનિટ સુધી સતત પ્રજવલિત કરીને કોરોના સામે એકતા બતાવીને તેની સામેના જંગમા સામેલ થયા હતા.

તમામે સાવચેતી સાથે ઘરના ઓટલાઓ પર જ ઉભા રહ્યીને જ્યોત પ્રગટાવી હતી. અમદાવાદના મસ્લિમ વિસ્તારોમાં પણ મીણબત્તી અને ફ્લેશ લાઇટ કરવામાં આવ્યા હતાં. અમદાવાદના પૂર્વ તેમજ ઘાટલોડિયા, વાસણા સહિતના વિસ્તારોમાં લોકોએ ફટાકડા ફોડ્યા હતાં, શંખનાદ અને થાળીઓ પણ વગાડી હતી. લોક ગાયક જીગરદાન ગઢવીએ પણ દીપ પ્રગટાવ્યો હતો મહેસાણામાં ફટાકડા પણ ફૂટ્યા હતાં.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ ને અટકાવવા માટે આજે દેશભરમા દીવા પ્રગટાવીને જન સમર્થન માટે આહવાન કર્યુ હતું એ સંદર્ભે તેમના માતા હીરાબાએ તેમના નિવાસસ્થાને દીવો પ્રગટાવીને પ્રકાશપૂંજ થકી દેશના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ દીવા પ્રગટાવ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના ઘરે દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના આહવાનમાં જન સામાન્યની જેમ સામેલ થયા  હતાં. તેમણે કોરોનારૂપી અંધકારને પ્રકાશ દ્વારા હરાવી આપણો દેશ એક છે તેની વિશ્વને પ્રતીતિ કરાવવાનુ આ એકતારૂપી પ્રતિક છે તેમ જણાવ્યું હતું.નાયબ મુખ્યમંત્રી સાથે તેમના પત્ની સુલોચનાબેન તથા પરિવારજનો સોશિયસ ડિસ્ટન્સ રાખીને જોડાયા હતા.

અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તથા તેનો ડ્રોનથી નજારો કેદ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસના અસરગ્રસ્તોની સારવારમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીઓએ પણ પ્રધાનમંત્રીના આહ્વાનનું સમર્થન કરતા અમદાવાદમાં પોતાની ફરજ અદા કરતા દીપ પ્રાગટ્ય કર્યું હતું.