નાગરિકતા બિલઃ અમેરિકામાં અમિત શાહની એ્ન્ટ્રી પર બેન મુકવાની ધમકી

0
22

વૉશિંગ્ટન તા.10 ડિસેંબર 2019, મંગળવાર

અમેરિકાના ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેના પંચ (યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજ્યસ ફ્રીડમ)એ ભારત સરકારને નાગરિકતા સુધારા ખરડા અંગે સાવધાન કરતાં કહ્યું હતું કે આ ખૂબ જોખમી માર્ગ છે.

‘ભારતની સંસદનાં બંને ગૃહો આ ખરડો પસાર કરી દેશે તો અમેરિકાએ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓ પર પ્રતિબંધ લાદવાની દિશામાં વિચાર કરવો પડશે’ એવું આ પંચે એક નિવેદન દ્વારા કહ્યું હતું.

અમેરિકી પંચે કહ્યું હતું કે મોદી સરકારે એક ખોટું પગલું લીધું છે જેનાં પરિણામો ખતરનાક આવી શકે છે.

અમિત શાહે સોમવારે લોકસભામાં મંજૂર કરાવેલા આ ખરડામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને અફગાનિસ્તાન જેવા દેશમાંથી 2014ના ડિસેંબરની 31મી સુધીમાં આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની દરખાસ્ત છે. મુસ્લિમોને આ ખરડામાં નાગરિકતા આપવાની જોગવાઇ નથી એની સામે હોબાળો થયો હતો.

 

જો કે ભારતના ઇશાન તરફનાં રાજ્યોમાં હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો પણ વિરોધ થયો છે. એ લોકોને ડર છે કે સ્થાનિક નાગરિકોના અધિકારો પર આમ થવાથી તરાપ પડશે.

અમેરિકી પંચે કહ્યું હતું કે આ ખરડામાં મુસ્લિમોનો સમાવેશ નથી એટલે કે આ ખરડો ધર્મના આધારે નાગરિકતા આપવાની વાત કરે છે જે યોગ્ય નથી. ધર્મના આધારે ભેદભાવ કરી શકાય નહીં.

પંચે જણાવ્યું હતું કે ભારતના ધર્મનિરપેક્ષ બંધારણ અને ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઇતિહાસની વિરુદ્ધ આ ખરડો છે એટલે એ પસાર ન થવો જોઇએ. પંચે એવો પણ નિર્દેશ કર્યો હતો કે છેલ્લા એકાદ દાયકાથી ભારત સરકાર યુએસસીઆઇઆરએફના રિપોર્ટની અવગણના કરી રહી હતી. અમને ડર છે કે આ ખરડો કાયદો બને તો લાખો મુસ્લિમોની નાગરિકતા જોખમમાં આવી પડે એમ છે.

આ એક અત્યંત ખતરનાક અને જોખમી વળાંક છે. ભારત સરકારે આ ખરડો પાસ કરવા પહેલા વિચાર કરવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here