Friday, March 29, 2024
Home7 કલર કોમ્બિનેશન અને 3 વેરિઅન્ટમાં સિટ્રોન C5 એરક્રોસ લોન્ચ થઈ
Array

7 કલર કોમ્બિનેશન અને 3 વેરિઅન્ટમાં સિટ્રોન C5 એરક્રોસ લોન્ચ થઈ

- Advertisement -

સિટ્રોન C5 એરક્રોસ SUV ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. તેની પ્રારંભિક દિલ્હીની એક્સ-શો રૂમ કિંમત 29.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે તેના ટોપ એન્ડ વેરિઅન્ટ પર 31.90 લાખ રૂપિયા સુધી જાય છે. ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની સિટ્રોન ઇન્ડિયન માર્કેટમાં તેનું વેચાણ કમ્પ્લીટ નોક્ડ ડાઉન (CKD) કીટ દ્વારા કરશે. તેમજ, તે કંપનીના તમિલનાડુ પ્લાન્ટમાં એસેમ્બલ થશે. આ કારનું બુકિંગ કંપનીની નવી ઓફિશિયલ ડીલરશીપ લા મેસન પર કરવામાં આવી રહ્યું છે. કંપનીએ સિટ્રોન C5 એરક્રોસનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો 50,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને આ ગાડી બુક કરાવી શકે છે.

આ SUV 7 કોમ્બિનેશનમાં લોન્ચ થઈ

આ SUV 7 કોમ્બિનેશનમાં લોન્ચ થઈ

ફીચર્સ

સિટ્રોનની ગાડીઓ તેની ડિઝાઇન માટે પોપ્યુલર છે. C5 Aircrossમાં બોલ્ડ અને અગ્રેસિવ લુક આપવામાં આવ્યો છે. તેમાં Citroen સિગ્નેચર ગ્રિલ સાથે મેટ બ્લેક ફિનિશ અને ક્રોમ પર બ્રાંડ ફિનિશ આપવામાં આવ્યું છે. તેના રિઅરમાં રગ્ડ બંપર અને રેપરાઉન્ડ ટેલલાઇટ્સ આપવામાં આવી છે, જેમાં સિગ્નેચર LED ટ્રિટમેન્ટ આપવામાં આવી છે. ભારતમાં આ SUV 7 કોમ્બિનેશનમાં લોન્ચ થઈ છે. તેમાં 4 બોડી કલર અને 3 બાય ટોન રૂફ ઓપ્શન સામેલ છે.

વેરિઅન્ટ પ્રમાણે કિંમત

કંપનીએ આ કાર ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે.

ફીલ મોનોટોન – 29.90 લાખ રૂપિયા

ફીલ ડ્યુઅલ-ટોન – 30.40 લાખ રૂપિયા

શાઇન – 31.90 લાખ રૂપિયા

કારમાં પાવર માટે 2 લિટર ડીઝલ એન્જિન મળશે

કારમાં પાવર માટે 2 લિટર ડીઝલ એન્જિન મળશે

એન્જિન ડિટેલ્સ

આ કારમાં પાવર માટે 2 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યા છે. તેનું એન્જિન 175bhp પાવર અને 400Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. તેમાં ફ્રંટ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન આપવામાં આવ્યો છે. કંપનીએ અત્યારે તેનું ડીઝલ મોડેલ જ લોન્ચ કર્યું છે. આ સિવાય, તેમાં કોઈ મેન્યુઅલ ટ્રાન્સમિશન નથી. બેસ્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ માટે તેમાં ઘણા ડ્રાઇવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે.

એવરેજ

કંપનીના દાવા મુજબ, સિટ્રોન C5 એરક્રોસને લિટર દીઠ 18.6 કિમી એવરેજ મળશે. લોન્ચિંગ પછી સિટ્રોન C5 એરક્રોસ 2021 હ્યુન્ડાઇ ટકસન, કિયા સેલ્ટોસ, 2021 MG હેક્ટર, 2021 જીપ કમ્પસ અને ફોક્સવેગન ટિગુઆન ઓલ સ્પેસને ટક્કર આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular