વડોદરા : બર્થડેની ઉજવણીમાં માસ્ક પહેર્યા વિના સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની ધરપકડ.

0
5

વડોદરાના માજી મેયર અને શહેર ભાજપના નવ નિયુક્ત મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકી સહિત 10 લોકો સામે ગુનો નોંધ્યો હતો. સયાજીગંજ પોલીસે સુનિલ સોલંકીની આજે ધરપકડ કરી હતી.

સયાજીગંજ પોલીસે કાલે 6ની અટકાયત કરી હતી

પોલીસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સયાજીગંજના મનુભાઇ ટાવરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે બુધવારે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં મોઢે માસ્ક લગાવ્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બર્થડે ની ઉજવણી થતી હોય તેવો વિડિયો પોલીસને જોવા મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવતા ભાજપના શહેર મહામંત્રી અને માજી મેયર સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણી થઇ હોવાનું અને તેમાં સુનિલ સોલંકી તથા લકધીરસિંહ ઝાલા, પ્રતીક પંડ્યા અને મિનેશ પંડ્યા અને અન્ય 6 થી 7 જણા જોવા મળ્યા હતા, જેથી સુનિલ સોલંકી સહિત 10 જણા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ આ મામલે પોલીસે હિરલ છગન ભાઈ ચોકસી, પ્રતીક દિનેશભાઈ પંડયા, મહેશ દેવજીભાઈ રાજપુત, મહેશ મોહનભાઈ ચૌહાણ, પ્રદિપ અર્જુનસિંહ રાવત અને રવિન્દ્ર તખતસિંહ વાઘેલાની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે આજે ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીની ધરપકડ કરી હતી.

શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા
શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા

 

સુનિલ સોલંકી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા

પોલીસે સુનિલ સોલંકી સહિત દસ જણા સામે આઇપીસી 188 મુજબ જાહેરનામા ભંગનો તથા આઇપીસી 269 અને 270 મુજબ રોગચાળો વધુ ફેલાય તેવું કૃત્ય કરવા બદલ તથા એકેડેમી ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. સુનિલ સોલંકી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જેથી પોલીસે તેમની ધરપકડ કર્યાં બાદ ગણતરીના કલાકોમાં જામીન પણ આપ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બર્થડેની ઉજવણીનો વિડિયો વાઈરલ થયો હતો
સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બર્થડેની ઉજવણીનો વિડિયો વાઈરલ થયો હતો

 

પોલીસે જે કાર્યવાહી કરી તેનું સમર્થન કરું છું

ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસે જે કાર્યવાહી કરી તેનું સમર્થન કરું છું. રાજ્યમાં કાયદો પ્રજા અને નેતા માટે સરખો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here