હળવદ : શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલે રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર લખી કરી રજૂઆત

0
0
હળવદ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર મામલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને લોકોની સમસ્યાને ધ્યાને લઈને હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર પ્રમુખ અજયભાઈ રાવલે પત્રમાં જણાવ્યું છે કે હળવદ નગરપાલિકામાં હાલ પાણી પુરવઠા દ્વારા ભૂગર્ભ ગટરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અત્યારે હળવદ શહેરમાં ચોમાસાના કારણે સતત ગટરો ઊભરાતી રહી છે. આ બાબતે પાણી પુરવઠા બોર્ડ પાસે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ આવતું નથી. જેથી તમારા દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ. હળવદ શહેરમાં અત્યારે બે લોકોના કોંગો ફીવરના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે અને આ અંગે પ્રિન્ટ મીડિયા તેમજ ઈલેક્ટ્રીક મીડિયામાં પણ હળવદનો અહેવાલ રજૂ થયેલ છે. જેથી સ્થાનિકોની વિનંતી છે કે તંત્રને યોગ્ય સુચના આપી તાત્કાલિક અમારી સમસ્યાનું નિવારણ લાવવામાં આવેલ. જો કે આ સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગ  સાથે અનેક મિટિંગ કરી છે છતાં તેઓ દ્વારા અમને યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી. જેથી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here