સિટી ઓફ ગોલ્ડ : સોનાની ગુણવત્તાના અને ટેક્સ છૂટથી દુબઈ બન્યું સિટી ઓફ ગોલ્ડ

0
0

આજે દુબઈનું નામ આવતા જ બે વસ્તુઓ જે સૌથી પહેલા મગજમાં આવે છે તે એ ગગનચુંબી ઇમારતો અને સોનાના મનમોહક ઘરેણાં. આ દેશમાં જેટલું પ્રાકૃતિક પીળાપણું અહીંની રેતીમાં છે એટલું જ પીળુ અહીંનું સોનું છે. પણ સિટી ઓફ ગોલ્ડનો દુબઈનો દરજ્જો હંમેશા નહોતો.

આજે દુબઈ ગોલ્ડનો વેપાર કરનારા દેશોમાં હોંગકોંગ અને અમેરિકાથી પણ ઉપર છે. આ મુકામ સુધીની તેની સફર 1996માં શરૂ થઈ હતી જ્યારે અહીંની સરકારે દુબઈ શોપિંગ ફેસ્ટિવલમાં પર્યટકોને આકર્ષવા માટે સોનાની ગુણવત્તાના નિરીક્ષણ અને ટેક્સની નવી સિસ્ટમ બનાવી. દુબઈ કસ્ટમ અનુસાર 2020ના પહેલા 9 મહિનામાં દેશમાં સોનાનો વેપાર 49 અબજ ડૉલર એટલે કે આશરે 36 ખર્વ રૂપિયાનો હતો. તે ઓઈલ પછી સૌથી આકર્ષક નિકાસ છે. ગોલ્ડ ટ્રેડ દુબઈના અર્થતંત્રમાં 30% યોગદાન આપે છે.

આ અનુમાન લગાવાયું છે કે દુનિયાના સોનાનું 20% થી 40% દર વર્ષે દુબઈથી થઇને પસાર થાય છે. અને તેનો મોટાભાગનો હિસ્સો અહીંના પ્રાઈમ ગોલ્ડ માર્કેટ ગોલ્ડ સૂકમાં આવે છે. 700થી વધુ વેપારી હવે અહીં પોતાનો વેપાર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here