ખેડબ્રહ્મા : સિવિલના તબીબે રાજસ્થાની મહિલાના પેટમાંથી 6 કિલોની ગાંઠ કાઢી નવજીવન આપ્યું

0
20

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મામાં સરકારી જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મહિલાના પેટમાંથી અંડાશયમાંથી 6 કિલોની ગાંઠનું ઓપરેશન કરી જીવનદાન આપ્યું હતું. રાજસ્થાનના ઉદેપુર તાલુકાના નેદુરી ગામના નવલીબેન તુલશીભાઈ નિનામાં (40) ને પેટમાં દુ:ખાવો થતાં રાજસ્થાનમાં સારવાર કરાવવા છતાં નિદાન ન થતા છેવટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવી પાસે સારવાર માટે આવ્યા હતાં ડોક્ટરે મહિલાની તપાસ કરી સોનોગ્રાફી કરી ટેસ્ટ કરતા મહિલાને અંડાશયની ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું.

ડોક્ટર દ્વારા મહિલાનું 13 ઓગસ્ટના રોજ ઓપરેશન કરાવામાં આવ્યું હતુ.ઓપરેશન 2 કલાક ચાલ્યું હતું અને મહિલાના પેટમાંથી 6 કિલોની 28 સેમિની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ડો. અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર નવલીબેને 10 વર્ષ અગાઉ ગર્ભાશયની કોથળીનું ઓપરશાન કરાવ્યું હતું. વર્ષો બાદ તેમને ગાંઠ થઇ છે જે યોગ્ય નિદાન ન થતા આવડી મોટી 6 કિલોની 28 સેમિની ગાંઠ થઈ છે. જો આ ગાંઠ કાઢવામાં ન આવે તો અંડાશયનું કેન્સર, આંતરડા અને હોજરીને પણ નુકશાન કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here