Friday, August 6, 2021
Homeસિવિલ હોસ્પિટલની બેદરકારીનો જુઓ વિડીયો : મૃતકના પુત્રએ વીડિયો મારફતે સિવિલ હોસ્પિટલના...
Array

સિવિલ હોસ્પિટલની બેદરકારીનો જુઓ વિડીયો : મૃતકના પુત્રએ વીડિયો મારફતે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રભાકરને બેદરકારી અંગે પૂછ્યા સવાલ

અમદાવાદ. શહેરમાં આવેલી એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલની મૃત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ઘટના શમી નથી ત્યાં મૃત દર્દીને કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ હોસ્પિટલ તરફથી મૃતકના પુત્રના ફોન પર આવ્યો હતો. મૃતકના પુત્રએ વીડિયો મારફતે પોતાની વ્યથા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રભાકરને બેદરકારી અંગે સવાલ પૂછ્યા છે. તેણે પિતાના મોતના 14 દિવસ બાદ મેસેજ આવ્યો કે કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા છે.

સિવિલ હોસ્પિટલની બેદરકારી : મૃતકના પુત્રનો વીડિયો

વીડિયોમાં શું કહે છે પીડિત

યુવાન વીડિયોમાં કહે છે કે મારા પિતા કિશોરભાઈ શાહનું અવસાન 16 મેના રોજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં gcri હોસ્પિટલમાં થયું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી ગઈકાલે મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે કિશોરભાઈ હીરાલાલ શાહને gcriમાંથી કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ પ્રભાકર સાહેબને પૂછવા માંગુ છું કે જે માણસ મરી ગયા છે જેમનો અગ્નિદાહ આપી દીધો છે તો તમે કોને ટ્રાન્સફર કરી રહ્યા છો. તમે મને સત્તાવાર જવાબ આપો કે કોને ટ્રાન્સફર કરી રહ્યા છો જેનું અવસાન થઈ ગયું છે ને 14 દિવસ થઇ ગયા તેના પરિવારને દુઃખ અને પીડા થઈ છે તેના પર મનામણા કરી રહ્યા છો ? આનો જવાબ આપો.

દરિયાપુરમાં રહેતા અને મૃતક કિશોરભાઈ શાહના પુત્ર સાગરેજણાવ્યું હતું કે, મારા પિતા કોરોના પોઝિટિવ હતા કે નહીં તેમનું કોરોનાથી મોત થયું છે કે કેમ તેની અમને સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી નથી. આજે મારા પિતાના અવસાનના 14 દિવસ બાદ સિવિલ હોસ્પિટલ તરફથી મેસેજ આવે છે કે મારા પિતાને કોવિડ હોસ્પિટલ માં ટ્રાન્સફર કર્યા છે. 13 મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ અને બીપી લો થઈ જતાં પિતાને સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં અમને પહેલા કોવિડ હોસ્પિટલ મોકલ્યા ત્યાંથી gcri હોસ્પિટલમાં મોકલ્યા જ્યાં મારા પિતાને દાખલ કર્યા. બીજા દિવસે 10 વાગ્યે વાત થઈ પછી પિતાનો ફોન લઇ લીધો હતો અને 16મેના રોજ અવસાન થઈ ગયું એમ કહ્યું હતું. કોરોના રિપોર્ટ કર્યો છે કે નહીં કે મોતનું કારણ પણ અમને કહ્યું નથી.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments