સુરત : સિવિલની એમ્બ્યુલન્સે બાઈક સવારને અડફેટે લીધા એ જ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ લવાયો.

0
4

સિવિલ હોસ્પિટલના ગેટ બહાર ગુરૂવારની રાત્રે મજૂરાગટથી એલબી રોડ વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સની અડફેટે બાઈક સવાર યુવકના પગની ત્રણ આંગળીઓ છૂટી પડી ગઈ હતી. જેથી એ જ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલના ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો.

દર્દીને મુકી ડ્રાઈવર નાસી ગયો

સિવિલની ગેટ બહાર એક્સિડન્ટ સર્જાયા બાદ એમ્બ્યુલન્સનો ચાલ એમ્બ્યુલન્સ સાથે સિવિલમાં સારવાર માટે લાવ્યો હતો. જો કે ઓર્થો તબીબે ઈજાઓ જોઈ કહી દીધું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અશક્ય હોવાનું કહેતા એમ્બ્યુલન્સનો ચાલક દર્દીને હોસ્પિટલમાં છોડીને નાસી ગયો હતો.

ડ્રાઈવર નાસી ગયો

ડરના માર્યા સિવિલના ડ્રાઇવરે તાત્કાલિક RMOને જાણ કરી ત્યારબાદ એમ્બ્યુલન્સ લઈ કેમ્પસમાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત શશાંક અજયભાઈ ચૌહાણ (ઉ.વ. 20 રહે 5/14 સોના એપાર્ટમેન્ટ વરાછા)ને પરિવાર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું.માનવતાની વાત કરતા સિવિલની જ માનવતા મરી પરવારી હતી. બાદમાં ઈજાગ્રસ્તને છોડીને ડ્રાઇવર ભાગી જતા પરિવાર પણ ગુસ્સામાં હતું.