તેલંગાણા એક્સપ્રેસમાં આગ લાગી, તમામ ઉતારુ સુરક્ષિત હોવાનો દાવો કરાયો

0
19

ફરીદાબાદ, તા.29 ઓગસ્ટ 2019, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના ફરીદાબાદના વલ્લભનગર નજીક આવેલા પ્યાલા રેલવે સ્ટેશન પર આજે સવારે તેલંગાણા એક્સપ્રેસમાં આગ લાગી હતી. જો કે કોઇ ઇજા કે જાનહાનિના સમાચાર નહોતા. આજે ગુરૂવારે સવારે પોણા આઠના સુમારે આ ઘટના બની હતી.

સામાન્ય રીતે આ ટ્રેન પ્યાલા સ્ટેશને રોકાતી નથી પરંતુ બ્રેક બાઇડિંગમાં તણખો ઝરીને આગ લાગી હતી જે પાછળના બે કોચ સુધી પહોંચી ગઇ હતી. ઉતારુઓ ગભરાયા હતા. જો કે આગ પર તરત કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ તરફ આવતી-જતી ટ્રેનોને વચ્ચે અટકાવી દેવામાં આવી હતી. એન્જિન આગલા અને પાછલા હિસ્સાને જરૂરી રિપેરિંગ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

સ્થાનિક ફાયર બ્રિગેડે તરત દોડી જઇને આગને થોડા સમયમાં કાબુમાં લઇ લીધી હતી. નોર્ધર્ન રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે કોઇ ઉતારુને ઇજા થઇ નથી કે જાનહાનિ પણ થઇ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here