સ્પષ્ટતા જાહેર : કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફેણ કરીને નિશાન પર આવેલા રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ

0
3

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફેણ કરીને ભારતના નિશાન પર આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના અધ્યક્ષ વોલ્કન બોજ્કિરે સ્પષ્ટતા જાહેર કરી છે. પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં મજબૂતાઈથી કાશ્મીર મુદ્દો ઉઠાવવાની સલાહ આપનારા વોલ્કન બોજ્કિરના નિવેદન સામે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્યાર બાદ યુએન તરફથી સ્પષ્ટીકરણ આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું હતું કે, અફસોસજનક છે કે વોલ્કન બોજ્કિરના નિવેદનને સંદર્ભથી હટીને જોવામાં આવ્યું.

હકીકતે, પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજ્કિરના જમ્મુ કાશ્મીર અંગેના નિવેદનને ભારતે ગેરમાર્ગે દોરનારૂ અને પૂર્વગ્રહયુક્ત ઠેરવ્યું હતું. તેના થોડા દિવસો બાદ સંયુક્ત રાષ્ટ્રની 193 સદસ્યો ધરાવતી આ સંસ્થાના પ્રમુખ અંગે પ્રવક્તાએ સ્પષ્ટતા આપી હતી.

વોલ્કન બોજ્કિરે ગત મહિનાના અંતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની યાત્રા કરી હતી. ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કાશ્મીર મુદ્દાને જોરશોરથી ઉઠાવવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના મંચ પર મજબૂતાઈથી ઉઠાવવો જોઈએ કારણ કે તે પાકિસ્તાનની જવાબદારી છે. તેમણે કાશ્મીર મુદ્દાની પેલેસ્ટાઈન સાથે સરખામણી કરી હતી અને કહ્યું હતું કે પેલેસ્ટાઈન મુદ્દાની સરખામણીએ કાશ્મીર વિવાદના સમાધાન માટે મોટી રાજકીય ઈચ્છાશક્તિની કમી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here