Friday, March 29, 2024
Homeરાજકોટ : દૂધ વિક્રેતાનું બાઈક જપ્ત કરાતા MLA અને PSI વચ્ચે માથાકૂટ
Array

રાજકોટ : દૂધ વિક્રેતાનું બાઈક જપ્ત કરાતા MLA અને PSI વચ્ચે માથાકૂટ

- Advertisement -

રાજકોટ. બેડી ચોકડી પાસે પીએસઆઇ સાકરિયાએ બાઇકચાલકને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી. બાઇકચાલક યુવાન પાસે બહાર નીકળવાનો પાસ પણ હતો, પરંતુ બાઇકની આરસી બુક નહીં હોવાથી વાહન ડિટેન કરવાની કાર્યવાહી કરતા યુવાને ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ફોન કર્યો હતો પરંતુ પીએસઆઇએ રૈયાણી સાથે ફોન પર વાત કરવા ઇનકાર કરતા રૈયાણી બેડી ચોકડી પહોંચ્યા હતા. ધારાસભ્ય અને પીએસઆઇ વચ્ચે બાઇક ડિટેન કરવાને મુદ્દે  ઉગ્ર માથાકૂટ થતા એસીપી ટંડેલ મધ્યસ્થી કરવા પહોંચ્યા હતા અને અંતે મામલો શાંત પડ્યો હતો.

RC બુક લાવવા કહ્યું છતાં બાઇક જપ્ત કર્યું

દૂધ વિક્રેતા યુવાન બેડી ચોકડી પાસેથી બેંકમાં રૂપિયા જમા કરવા જઇ રહ્યો હતો. ત્યારે પીએસઆઇ સાકરિયાએ તેને અટકાવ્યો હતો. યુવાન પાસે માત્ર આર.સી. બુક ન હતી અને તે બુક પણ ઘરેથી લાવવા કહ્યું હતું. આમ છતાં પીએસઆઇ બાઇક જપ્ત કરવાની કાર્યવાહી કરતા યુવાને મને ફોન કર્યો, પરંતુ પીએસઆઇએ મારી સાથે વાત ન કરતા હું સ્થળ પર ગયો હતો. મને જોઇ પીએસઆઇએ કહ્યું તમે ફરજમાં રુકાવટ કરો છે તેમ કહી 100 નંબર પર ફોન કરી  અન્ય પોલીસની ગાડી બોલાવી મને પણ બી ડિવિઝન લઇ જવા ધમકી આપી હતી. -અરવિંદ રૈયાણી, ધારાસભ્ય

અધિકારીની સમજાવટથી બન્નેએ ભૂલ સ્વીકારી

પીએસઆઇ સાકરિયા ફરજ પર હતા ત્યારે યુવક બાઇક પર નીકળ્યો હતો તેની પાસે આરસી બુક નહીં હોવાથી વાહન ડિટેન કરવાની કાર્યવાહી શરૂ થતા મામલો બિચક્યો હતો. યુવકે ફોન કરતા ધારાસભ્ય રૈયાણી સ્થળ પર પહોંચ્યા હતા અને યુવક પાસે બેંકની પાસ બુક સહિતના દસ્તાવેજ હતા અને બેંકના કામે નીકળ્યો હતો ત્યારે આરસી બુકની જીદના બદલે તેને જવા દેવો જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. અંતે અધિકારીઓની સમજાવટ બાદ બન્ને પક્ષે એક બીજાની ભૂલ સ્વીકારી હતી.–  એસ.આર. ટંડેલ, એસીપી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular