Tuesday, December 7, 2021
Homeભરૂચ : પણીયાદરા ગામમાં પાણીની સમસ્યાને લઇને ધરણા પર બેઠેલા લોકો અને...
Array

ભરૂચ : પણીયાદરા ગામમાં પાણીની સમસ્યાને લઇને ધરણા પર બેઠેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઇને ગ્રામજનોએ આજે યુપીએલ કંપનીની બહાર ધરણા પર બેસીનો વિરોધ કર્યો હતો. આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

    

    પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા                 પોલીસે ધરણા પર બેઠેલા ગ્રામજનોની અટકાયત કરી હતી

યુપીએલ કંપનીએ ગ્રામજનોને સુવિધાના વચનો આપ્યા હતા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામના રહીશોએ મંગળવારના રોજ પીવાના પાણીની તેમને પડતી તકલીફો અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પણીયાદરા ગામમાં પાણી પુરવઠા દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે, જે પાણી ગામમાં પુરતા પ્રમાણમાં મળતું નથી. જેના કારણે ગામથી 4 કિ.મી.ના અંતરે યુપીએલ કંપનીનું યુનિટ-12નો પ્લાન્ટ આવેલો છે.

     

પોલીસે ટીયર ગેસના સેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો   ગ્રામજનો સાથે ઘર્ષણ થતાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો

આ કંપની દ્વારા ગામમાં પ્રાથમિક શાળા શેડના લોકાર્પણ વખતે કંપનીના મેનેજર તેમજ અન્ય સ્ટાફ આવીને ગામની જરૂરીયાત પ્રમાણે તમામ સુવિધા પીવાનું પાણી, રોડ રસ્તા, ગટર લાઇન, તેમજ ગામની તમામ સુવિધા પુરી પાડવાનું તેમજ ગામના સ્થાનિકોને નોકરી આપવાનું વચન આપ્યું હતુ. જેમાં મોટામાં મોટો પ્રશ્ન પીવાના પાણીનો હોવાથી તેને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. જેથી આ પીવાનું પાણી વહેલી તકે ગામમાં આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

     

વચન આપ્યા બાદ યુપીએલ કંપનીએ પાણીની સુવિધા આપવાની ના પાડી દેતા ગ્રામજનો ઉશ્કેરાયા

યુપીએલ કંપનીના મેનેજમેન્ટ પીવાનું પાણી આપવાની ના પાડી દીધી

ગામ લોકો દ્વારા લોકફાળો લઇને પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ કર્યું હતું અને પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું છે. જેમાં ગામ લોકોના લોકફાળાથી અંદાજે 12 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો છે. જ્યારે યુપીએલ કંપનીમાં જાણ કરતાં કંપની મેનેજમેન્ટ પીવાનું પાણી આપવાની ના પાડી દીધી હતી, જેથી ગામ લોકોને ખબર પડતાં ગામલોકો દ્વારા યુપીએલ કંપની મેનેજરને રજૂઆત કરી હતી, પરંતુ, કંપની તરફથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામજનોએ આવેદનપત્ર આપીને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીને દહેજ રોડ પણ બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

કલેક્ટરને રજૂઆત કર્યાં બાદ સ્થાનિક લોકો આજે યુપીએલ કંપનીની બહાર ધરણા પર બેઠા હતા

પાણી ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો

પણીયાદરા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઇને રજૂઆતો કર્યાં બાદ પણ કોઇ પરિણામ ન આવતા ગ્રામજનોએ આજે યુપીએલ કંપનીની બહાર ધરણા પર બેસીનો વિરોધ કર્યો હતો. જેમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments