જમ્મુ કાશ્મીર: કુલગામમાં અથડામણ, સુરક્ષા દળોએ ઠાર માર્યા 3 આતંકીવાદી

0
17

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ભારતીય સુરક્ષાદળો  અને આતંકવાદી ઓ વચ્ચે સવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર મરાયા છે જ્યારે 3 ભારતીય જવાન પણ ઘાયલ થયા છે. ભારતીય સુરક્ષાદળોએ કેટલાક આતકંવાદીઓને હજુ પણ ઘેરી રાખ્યા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. આતંકવાદીઓના સાથેના એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પાસેથી જાણકારી મળી હતી કે કુલગામ જિલ્લાના નાગનદ ચિમર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારીમાં છે. ઇન્ટેલિજન્સ માહિતીના આધારે ભારતીય સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને CRPFની એક ટીમની સાથે સંયુક્ત ટીમ તૈયાર કરી અને કુલગામના નાગનદ ચિમર વિસ્તારને ઘેરવાનું શરૂ કર્યું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક આતંકવાદી એક સ્થળે છુપાયેલા છે.

ગુરુવારે સવારે સુરક્ષા દળોએ કુપવાદના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની પેલે પર કેટલાંક અજ્ઞાત લોકોની શંકાસ્પદ ગતિવિધિની જાણકારી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંવાદીઓને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.ઠાર મારવામાં આવેલા આતંકવાદી પાસેથી એકે 47 રાઇફલ પણ મળી આવી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળો દ્વારા મિશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહયું છે. આ વર્ષે કાશ્મીર ખીણમાં કુલ 133 જેટલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here