જમ્મુ કાશ્મીર : પુલવામામાં અથડાણ, સેનાએ આતંકવાદીઓનો કર્યો ઘેરાવ

0
0

એક આતંકી ઠાર, બે જવાન ધાયલ : સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અથડામણમાં એક પોલીસ જવાન તેમજ સેનાનો એક જવાન ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારી દીધો છે. જણાવી સેનાને આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી.

મળતી વિગત મુજબ, સેનાને બાતમી મળી હતી કે જમ્મૂ-કાશ્મીરના પૂલવામાના ગુસુમાં કેટલાક આંતકવાદીઓ છુપાયા છે, બાતમીનાં આધારે સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ સહિતનાં જવાનો સાથે એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન બન્ને તરફ ગોળીબાર થયો હતો. જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણ દિવસોથી ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આંતકીઓનો સફાયો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here