ફિલ્મ રિવ્યૂ : ‘ક્લાસ ઓફ 83’ દોસ્તી તથા શક્તિના અનુચિત ઉપયોગ પર બની છે, બોબી દેઓલે એકલા હાથે ફિલ્મ સંભાળી

0
4

અતુલ સબ્રવાલની ‘ક્લાસ ઓફ 83’માં મિત્રતા, પસ્તાવો, અપરાધોનું બદલાતું સ્વરૂપ, સત્તા-સિસ્ટમ-ગુનેગારોની સાઠગાંઠ પર ‘ક્લાસ’ લેવામાં આવ્યો છે. 80ના દાયકાનું નાસિક, મુંબઈ તથા દુબઈ જોવા મળે છે. ફિલ્મમાં ઈમાનદાર પોલીસની વાત કહેવામાં આવી છે. આ ઈમાનદાર પોલીસ પોતાના શહેરને ભ્રષ્ટ મંત્રીઓ, પોતાના ભ્રષ્ટ પોલીસ વિભાગ તથા ગેંગસ્ટરથી કેવી રીતે બચાવવું તેનો પ્રયાસ કરે છે. ખાસ કરીને પોલીસ અધિકારી વિજય સિંહ આ બધું ધ્યાન રાખે છે. CM મનોહર પાટકરે તેને પનિશમેન્ટ પોસ્ટિંગ આપ્યું હોય છે. નાસિક પોલીસ ટ્રેનિંગમાં યુવાનોને લૉ તથા ઑર્ડરના પુસ્તક તથા પુસ્તક બહારની દુનિયાના ઘટનાક્રમોથી પોતાના શહેર તથા રાજ્યને બચાવવાનું કામ કરે છે.

આવી છે ફિલ્મની વાર્તા
વિજય સિંહ નાસિક યુવા સેન્ટરમાંથી પ્રમોદ શુક્લા (ભૂપેન્દ્ર જડાવત), અસલમ ખાન (સમીર પરાંજય), વિષ્ણુ વર્દે (હિતેશ ભોજરાજ), જર્નાદન સુર્વે (પૃથ્વિક પ્રતાપ) તથા લક્ષ્મણ (નિનાદ મહાજની)ના રૂપમાં પાંચ પાંડવોની સેના તૈયાર કરે છે. શહેરના ગેંગસ્ટરનો ઓફ ધ રેકોર્ડ સફાયો કરાવે છો. ટ્રેનિંગ સેન્ટર સુધી પાંડવોની મિત્રતા અકબંધ રહે છે પરંતુ નોકરીના ફીલ્ડમાં આ મિત્રતામાં તિરાડ પડી જાય છે. બધા જ પોત-પોતાના કેમ્પના ગેંગસ્ટર્સને સપોર્ટ કરવા લાગે છે. પછી શહેર ગેંગસ્ટરની પકડમાંથી આઝાદ થઈ શકે છે કે કેમ તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

ફિલ્મ દરેક સબ્જેક્ટ સાથે ન્યાય કરી શકી નહીં
ફિલ્મ લોકપ્રિય ક્રાઈમ રાઈટર હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત છે. જોકે, પુસ્તકમાંથી સ્ટોરી લેવામાં તે આખી વિખરાઈ ગઈ છે. મુંબઈમાં તે સમયની પરિસ્થિતિ, પંજાબમાં આતંકવાદ, કૉટન મિલ્સ બંધ થવી, મજૂરો મજબૂરીમાં ગુનાખોરીમાં આવે છે, આ સહિત ઘણી બાબતોમાં યોગ્ય તાલમેલ જોવા મળ્યો નથી. ફિલ્મની લંબાઈ નાની હોવાથી તમામ બાબતોને પૂરતો ન્યાય આપી શકાયો નથી.

બોબી દેઓલે સોલો લીડમાં ફિલ્મ સંભાળી
ડિરેક્ટરે કલાકારોની સારી એક્ટિંગથી તમામ ઘટનાક્રમને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે. બોબી દેઓલ સોલો હીરો તરીકે સારો લાગે છે. પાંચ પાંડવોના રોલમાં તમામ કલાકારો સારા છે. ટ્રેનિંગ સેન્ટરમાં બેફિકરાઈ તથા નોકરીવાળા સમયમાં જુનૂન બખૂબી રજૂ કરવામાં આવ્યું છે.

સંવાદોમાં દમ જોવા મળ્યો
ફિલ્મના સંવાદોમાં એક તીખાશ જોવા મળે છે. વિજય સિંહનો એક લાંબો સંવાદ છે, હર બોડી કા ઈમ્યુન સિસ્ટમ હોતા હૈં, ગવર્નમેન્ટ બોડી, એજ્યુકેશનલ બોડી, જ્યુડિશિયલ બોડી, યે સબ મજબૂત કિલે હૈં. ઈનકા ઈમ્યુન સિસ્ટમ ઈતના સખ્ત હોતા હૈં કી ઈન્હે બાહર કી માર સે હિલાયા નહીં જા સકતા, ઈન્હે અંદર સે બીમારી કી તરહ સડાના પડતા હૈં.

ફિલ્મમાં જૂનું મુંબઈ જોવા મળ્યું
બ્લેક એન્ડ વ્હાઈટના સમયની મુંબઈની સુંદરતા ઘણી જ સારી લાગી છે. એક એલિગન્સ જોવા મળે છે. બેક-ગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here